600 crore fine against the famous industrialist Vasant Gajera of Gujarat

ગુજરાતનાં નામચીન ઉધોગપતિ વસંત ગજેરા વિરુદ્ધ 600 કરોડનો દંડ! કરી નાખ્યું આવું કામ, જાણો વધુમાં…

Breaking News

હાલમાં ઉધોગ જગતમાં ગુજરાતનાં નામચીન ઉધોગપતિ વસંત ગજેરા ચર્ચામાં છે કે કેમકે સુરતના સચિનમાં આવેલી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાના કારણે GIDC એ ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ઇન્ડા ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપી છે.

આ વિશે મળતી માહિતી મુજબ સચિન ખાતે 17 ઓગસ્ટ, 2000ના રોજ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને 6 લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી જોકે તેનો કબજો 2 મે 2000ના રોજ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ઓગસ્ટ, 2008ના રોજ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી.

આ જમીનમાં 21 ડિસેમ્બર, 2009ના રોજ ઉમેરો કરીને 929987.62 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી પછી નિયમ પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પાર પાડવાની હોય છે પરંતુ લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરા સહિતનાઓએ આવા નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું.

વધુ વાંચો:19 વર્ષ બાદ અક્ષય કુમારની હિરોઈન બનશે રવિના ટંડન, આ ફિલ્મમાં બંને સાથે દેખાશે…

આ માટે GIDC દ્વારા પત્રવ્યવહારથી વારંવાર તાકીદ કરાઈ હતી, તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના કારણે GIDC અલગ અલગ નિષો તોડવા બદલ 600 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *