નાનું બાળકને ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે આ નાનું બાળક જ્યારે બીમાર પડે છે ત્યારે તેના ચહેરા પર સ્મિત સિવાય કઈ જ નથી દેખાતું, કારણ કે તે તેના બાળપણના દિવસોમાં ખોવાયેલું હોય છે અને તેને ગમે એવી પીડા હોય તો પણ તે તેના જીવનમાં ખીલખીલાટ જ કરતુ હોય છે.
મિત્રો એક એવું બાળક જે ગંભીર બીમારી સાથે પીડાય રહ્યું છે અને આ બાળકના પરિવારની પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હોવાથી આ પરિવાર પાસે બાળકની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નથી, તો ચાલો જાણીશું કે આ બાળકને કેટલા સમયથી આ તકલીફ પડી અને આ પરિવારના જીવનમાં શું શું તકલીફ છે તે વિશે જાણીશું.
અમે જે માસુમ બાળકીની વાત કરી રહ્યાં તેમનું નામ ખુશી છે, મિત્રો આ જ માસુમ બાળકી જેને ગંભીર બીમારી છે, જેના કારણે તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, આ નાનકડી બાળકીના પિતા જણાવે છે કે ડોક્ટર અમે કહે છે કે મારી દીકરીને કિડનીની ખરાબી છે, તેની બંને કિડની ડેમેજ થઈ ગઈ છે, ત્યારે ડોક્ટરે એમ પણ કહે છે કે કિડની સારી થઈ જાય પરંતુ તેમાં લાંબો સમય લાગી શકે તેમ છે.
વધુ વાંચો:ઘર ચલાવતા પુરૂષને એક-બે નહીં પણ આટલી બધી ગંભીર બીમારી થઈ, પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી…
પિતા આગળ જણાવે છે કે મારી દીકરીને પહેલા ઉલ્ટી થતી હતી, જેના કારણે અમે એક નાના ફેમેલિ ડોક્ટર પાસે ગયાં હતાં, પછી આ ડોક્ટરે કહ્યું કે જો સવાર સુધીમાં સારૂ ન થાય તો બધી કોઈ મોટા દવાખાને જજો, પછી અમે બીજા ડોક્ટરે પાસે ગયાં તો ત્યાં થોડુ સારુ હતું પછી અમે ઘરે આવી ગયાં હતા બાદ મારી દીકરીને લોહીની ઉલ્ટી થઈ હતી તો પછી અમને એમ થયું કે ઈન્ફેક્શ હશે તે બહાર કાઢતુ હશે.
આગળ પિતા જણાવે છે કે પછી અમે અન્ય હોસ્પિટલે તાત્કાલિક ગયા તો ત્યાં બે દિવસ દાખલ રાખી અને તેના રિપોર્ટ બધાં આવ્યાં તો અમને ખબર પડી કે મારી દીકરીની બંને કિડની ખરાબ છે, પરિવાર વિશે વાત કરતા બાળકીના પિતા જણાવે છે કે અમારા પરિવારમાં સાત લોકો રહીએ છીએ.
મારા પિતા હીરામાં કામ કરે છે અને હું પણ હીરામાં જ કામ કરું છું, મારો નાનો ભાઈ પણ હીરામાં જ કામ કરે છે પરંતુ મારા ભાઈ સાથે પણ એક બનાવ બન્યો હતો જેમાં તે એક હાથમાં દાઝી ગયો છે, અમારા પરિવાર તરફથી થોડી મદદ મળી છે પરંતુ કોઈ અન્ય લોકો સેવા માટે નથી આવ્યાં, અમને ડોક્ટરે કહ્યું છે કે બાળકીની સારવારનો ખર્ચ દસ લાખ સુધી આવી શકે છે.