મિત્રો જીવનમાં બધું જ હશે અને તમે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત નહી હોવ તો બધું સુખ-સુવિધા નકામી ગણાય છે, કારણ કે જો માણસનું પહેલું સુખ શરીર જ સાજુ નહીં હોય તો જીવનમાં બધું જ હોવા છતાં વ્યર્થ કહેવાશે.
મિત્રો અમુક લોકોને કમનસીબીને કારણે એટલું ગંભીર દુખનો સામનો કરવો પડે છે કે સંપૂર્ણ પરિવાર જ તેની સારવાર પાછળ આખું જીવન ત્યાગી દે છે. ત્યારે મિત્રો એક પુરૂષ છે જેને ગંભીર બીમારી હોવાને કારણે અત્યારે પથારીવશ છે. જેના કારણે આખો પરિવાર દુખી દુખી થઈ ગયો છે.
ત્યારે એવું જ કહેવાય છે કે નિરોગી કાયા જ જીવનનું પહેલું સુખ હોય છે પરંતુ જો શરીર જ તંદુરસ્ત નહીં હોય તો એ દુખી વ્યક્તિ અંતે તેના કર્મને દોષી ગણશે, ત્યારે તમે એક કહેવત તો સાંભળી જ હશે કે જે કઈપણ આપણે કાર્ય કરીએ છીએ એક દિવસ અવશ્ય ભોગવવાનું હોય છે આવું જ કઈક આ પુરૂષ સાથે થયું છે, તો આજે આપણે એ જાણીશું કે આ પુરૂષને એવી તો કઈ રીતે બીમારી થઈ કે તેઓ ખાટલામાં જ પોતાના દિવસો વિતાવવાનો વારો આવ્યો છે.
મિત્રો અમે જે પરિવારની વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેને એવી ગંભીર બીમારી છે કે તેનું દુખ વ્યક્ત કરવા માટે શબ્દો નથી, આ વ્યક્તિની ગંભીર બીમારી એ છે કે તેના લીવર ખરાબ થઈ ચૂક્યા છે. આ બીમાર વ્યક્તિ જણાવે છે કે પાંચ-છ મહિના પહેલાથી તેની આવી હાલત છે.
વધુ વાંચો: ગુજરાત: નવસારીમાં 100 વર્ષથી થાય છે ‘ઢીંગલાબાપા’ની પૂજા, અને ચડાવાય છે સિગા!રેટ, જાણો રસપ્રદ વાત…
બીમાર પુરૂષની પત્ની જણાવે છે કે મારા પતિ કહેતા હતાં કે મને ગેસની તકલીફ છે તો દવા કરી છતાં કઈ ફેર ના પડ્યો, જે બાદ હોસ્પિટલ ગયાં તો ખરબ પડી કે તેના લીવર ખરાબ છે અને કિડની પણ ફેલ છે, મહિલા જણાવે છે કે મારા પતિને પાંચથી છ બીમારી થઈ ગઈ છે જેનો ઇલાજ કરવા માટે અમારી પાસે પૈસા નથી.
મહિલા આગળ જણાવે છે કે મારા બે સંતાન છે તેમાં એક દીકરો- દીકરી છે, જ્યારે દીકરી તો દિવ્યાંગ છે. મહિલા જણાવે છે કે અમારો કોઈ જ સહારો નથી, કારણ કે જે કમાવનારો હતો એ જ અત્યારે આવી હાલતમાં પડ્યા છે તો ઘણું દુખ થાય છે, મહિલા જણાવે છે મારા પતિને પેટમાં કાણુ પડવાથી 30 લીટર પાણી નીકળી ચૂક્યું છે.
મહિલા જણાવે છે કે અમે મૂળ બિહારના નિવાસી છે તો અમને બિહારના ડોક્ટરે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું હતું તો અમને જે હોસ્પિટલમાંથી સારવાર માટે કહ્યું ત્યાં અમને ના પાડી દીધી તો બીજા દવાખાના પર ઈલાજ કરાવી રહ્યાં છે, ત્યારે મિત્રો આ પરિવાર એસ સમાજ સેવકને મદદ માટે સંપર્ક કર્યો હતો તો આ વ્યક્તિ દોડતા આવ્યાં હતાં. આ સમાજ સેવક પણ આ વ્યક્તિની હાલત જોઈને ભાવુક થઈ ગઈ હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.