કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશ ખળભળાટ મચી ગયો છે આ ઘટનાએ દેશના લોકોને હચમચાવી દીધા છે જુનિયર ડૉક્ટર સાથે બનેલા આ ગુનાએ આપણને 2012માં બનેલા નિર્ભયા રે!પ અને મ!ર્ડર કેસની યાદ અપાવી દીધી છે.
હવે જનતાની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ ટ્રેઈની ડોક્ટરને ન્યાય અપાવવા માટે એકઠા થઈ રહ્યા છે. અભિનેત્રી કરીના કપૂરથી લઈને મલાઈકા અરોરા અને આલિયા ભટ્ટ સુધી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર્સ ટ્રેઈની ડૉક્ટર માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે. કેટલાક સેલેબ્સ દેશમાં મહિલાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક સ્ટાર્સ 2012માં દિલ્હીમાં બનેલા નિર્ભયા રેપ કેસને યાદ કરી રહ્યા છે.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ’12 વર્ષ વીતી ગયા પરંતુ તે જ વાર્તા અને તે જ વિરોધ. અમે હજુ પણ પરિવર્તનની રાહ જોઈ રહ્યા છીએ. આ સાથે કરીના કપૂરે તૂટેલા હૃદયની ઈમોજી બનાવી છે.
તાલીમાર્થી ડૉક્ટર સાથે ઘૃણાસ્પદ ઘટના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આલિયાએ કહ્યું, ‘બીજો ક્રૂ!ર બ!ળાત્કાર. અમને એ અહેસાસ કરાવવાનો બીજો દિવસ કે મહિલાઓ ક્યાંય પણ સુરક્ષિત નથી. નિર્ભયાની ઘટનાને એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે.
આ પણ વાંચો:શું કુંડલી ભાગ્ય અભિનેત્રી શ્રદ્ધા આર્યા પ્રેગ્નેન્ટ છે? લગ્નના 4 વર્ષ બાદ અભિનેત્રીએ આપી ગુડન્યૂઝ…
પરંતુ આજે પણ બહુ બદલાયું નથી તે યાદ અપાવવા માટે આ બીજી ભયાનક ઘટના છે એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ અનુસાર, કરીના કપૂર અને આલિયા ભટ્ટ સિવાય રિમી સેને કોલકાતા કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે.
જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ આરોપીઓને ફાં!સી આપવાની માંગ કરી છે. આયુષ્માન ખુરાનાએ ટ્રેઇની ડોક્ટર સાથે આ ઘટના બાદ એક કવિતા લખી હતી, જેમાં તેણે છોકરી હોવાની પીડા વ્યક્ત કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.