ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જારી રહ્યો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ છે. પરંતુ આવતીકાલથી એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
જો કે ગુજરાતમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આ સાથે અમદાવાદમાં મધ્યમથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ ગુજરાતમાં 66 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ થયો છે.
ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસથી વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક વરસાદની આગાહી કરી છે.
વધુ વાંચો:ટીચરે ઉગાડી ‘મિયાઝાકી’ જાતની કેરી, ખરીદવા માટે લોન લેવી પડી શકે છે, જાણો એક કિલોની કિંમત…
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. 27 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે નિશ્ચિત છે. પરંતુ એક સપ્તાહ બાદ દેશમાં સોમાચુ ફરી સક્રિય થશે અને 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.