હાલમાં એક દુખદ ખબર સામે આવી છે દેશના મશહૂર બિઝનેસમેન એવા સહારા ગ્રૂપના વડા સુબ્રત રોયનું હૃદયરોગના હુમલાના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે તેઓ 75 વર્ષના હતા.
સહારા ઈન્ડિયાએ માહિતી આપી હતી કે સુબ્રત રોય સહારા મેટાસ્ટેટિક સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હતા સુબ્રત રોયે રિટેલ, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, એવિએશન, મીડિયા અને નાણાકીય સેવાઓના ક્ષેત્રોમાં વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું, પરંતુ તેઓ વિવાદોમાં પણ ઘેરાયેલા હતા.
તેમણે તેની ગ્રૂપ કંપનીઓને લગતી ઘણી નિયમનકારી અને કાનૂની લડાઈઓનો પણ સામનો કરવો પડ્યો હતો જેમાં પોન્ઝી સ્કીમ ચલાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો, જોકે કંપનીએ હંમેશા આ આરોપોને નકારી કાઢ્યા હતા.
બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી સુબ્રત રોયે સ્કૂટર પર નમકીન વેચીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે સફળતાની સીડીઓ ચડતા રહ્યા. એક સમયે, સહારા જૂથનો વ્યવસાય રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા, મનોરંજન, આરોગ્ય સંભાળ, હોસ્પિટાલિટી, રિટેલ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને એરલાઇન ક્ષેત્રો સુધી વિસ્તર્યો હતો.
photo credit: google
વધુ વાંચો:પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ત્રીજી વખત મળી ધમકી, આ વખતે કરી 400 કરોડની માંગણી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.