તાજેતરમાં જ બેંક ઓફ બરોડાએ ગદર સની દેઓલના સની વિલાની હરાજી પર રોક લગાવી દીધી છે. બેંકે 24 કલાકની અંદર આ નિર્ણય લીધો છે. આ પહેલા બેંકે સનીની પ્રોપર્ટીની રિઝર્વ પ્રાઇસ 51.43 કરોડ રૂપિયા રાખી હતી.
વધુ વાંચો:ખરેખર ધન્ય છે આ વ્યક્તિને જે હજારો બાળકોને ખાવાનું ખવડાવી કરે છે આવા કામ…
ત્યારબાદ બેંકે હવે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને હરાજી અટકાવી દીધી છે. દરમિયાન એવા સમાચાર છે કે આ કરવામાં અક્ષય કુમારનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તાજેતરના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અક્ષય કુમાર સની દેઓલને મુંબઈમાં તેનો જુહુનો બંગલો બચાવવા માટે લોન ચૂકવવામાં મદદ કરવા આગળ આવ્યો છે.
હવે અક્ષયની ટીમ તરફથી આ દાવાની સત્યતા સામે આવી છે, જેમાં આ વાતને જુઠ્ઠું કહેવામાં આવી રહ્યું છે. રવિવારે (19 ઓગસ્ટ) એક બેંકે નોટિસ જારી કરી હતી કે સની દેઓલને આપવામાં આવેલી લગભગ 56 કરોડની લોનની વસૂલાત માટે જુહુમાં સની દેઓલના બંગલાની ઈ-ઓક્શન કરવામાં આવશે.
વધુ વાંચો:ખૂબ જ ગરીબ પરિવારમાં મોટાં થાય છે તારક મહેતાના અબ્દુલ ભાઈ, આજે છે કરોડની સંપત્તિ…
આ સમાચાર વાયરલ થયા પછી એક ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો કે અક્ષય કુમાર સની દેઓલના બચાવમાં આવ્યા છે અને અભિનેતાની લોનનો મોટો હિસ્સો ચૂકવવામાં તેમની મદદની ઓફર કરી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક ડીલ હેઠળ સની દેઓલ અક્ષય કુમારને નિશ્ચિત સમયમાં લોન ચૂકવશે. સાથે જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સનીની લોન ચૂકવવા માટે અક્ષય લગભગ 30-40 કરોડ રૂપિયા પણ ચૂકવશે.
વધુ વાંચો:દુખી માતાના એક ના એક દીકરાનું અચાનક નિધન થતાં મચી ગયો હોબાળો, માતાની થઈ ખરાબ હાલત…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.