આજે દિલ્હી મિટિંગમાં એશિયા કપ 2023 મમાટે ટીમ ઇન્ડિયાની ટીમનું સિલકેશન થયું છે જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે. વાઈસ કેપ્ટનનું પદ પણ ગુજરાતીના ફાળે ગયું છે. જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વચ્ચે વાઈસ કેપ્ટન માટે રસાકસી હતી પણ હાર્દિક પટેલે સ્થાન મેળવ્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજુ સેમસનને ટીમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.
એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કે એલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. 17 માંથી 4 ગુજરાતીઓને પણ મોકો મળ્યો છે તે છે બૂમરાહ, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ.
વધુ વાંચો:લો…અંબાલાલ બાપુ લઈને આવ્યા પેટી-પેક આગાહી, આગામી 3 દિવસમાં આ શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.