આ ગુજરાતને શું થયું છે દિવસેને દિવસે હચમચાવી દે તેવી ઘટનાઓ બની રહી છે ક્યારેક જુવાનને હાર્ટએટેક આવવું ક્યારેક કોઇની હ!ત્યાનું સામે આવવું આવો જ એક બનાવ અમદાવાદથી હ!ત્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસ પાસે રહેતા એક યુવકની 7 જેટલા વ્યક્તિ ઓએ જાહેરમાં ધા!રવાળી વસ્તુથી ઘા મારીને યુવકનું જીવન સમાપ્ત કર્યું છે ઘટનાને લઈને સ્થાનિકો લોકોમાં ગુસ્સો બહાર આવ્યો છે અને આવો માહોલ સર્જાતા મોટી સંખ્યામાં પોલીસો ગોઠવી દેવામાં આવી છે હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર માધવપુરાના ઠાકોરવાસમાં રહેતો 19 વર્ષીય કૃણાલ ઠાકોર રાતે બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો અને માધવપુરા વિસ્તારમાં આવેલા મેન્ટલ હોસ્પિટલ પાસે પાન પાર્લર પાસે ઉભો હતો ત્યારે જૂની અદાવતમાં 7 લોકો દોડી આવી અને કૃણાલ કઈ સમજે તે પહેલા જ તેને પકડીને નિધનના ઘાટે ઉતાર્યો હતો.
વધુ વાંચો:ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચને લઈને બાગેશ્વર બાબા એ કહી દીધી એવી વાત કે વિડીયો થઈ રહ્યો છે વાયરલ…
બનાવની જાણ થતાં ખુદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કૃણાલની લાશને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને સીસીટીવી સહિતના પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન બુધવારે પોલીસ અધિકારીઓની હાજરીમાં મૃતક યુવકની અંતિમયાત્રા નીકળી હતી. આ કેસમાં પોલીસ દ્વારા કુલ 6 આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ફરાર અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.