Ambalal Bapu's Latest Rain Forecast

લો…અંબાલાલ બાપુ લઈને આવ્યા પેટી-પેક આગાહી, આગામી 3 દિવસમાં આ શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ…

Breaking News

ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવી ગયો છે ગુજરાતમાં હજુ પણ 24 કલાક મધ્યમથી હળવા વરસાદની હવામાનની આગાહી છે આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. 25થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે જેની આગાહી હવામાન દિગ્ગજ નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

તારીખ મુજબ વરસાદની આગાહી, 21 ઓગસ્ટ: દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. 22 ઓગસ્ટ: પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, જુનાગઢ ગીર સોમનાથ, બોટાદમાં પણ હળવો વરસાદ.

23 ઓગસ્ટ: અમદાવાદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, મહેસાણા, ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. 24 ઓગસ્ટ: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.

વધુ વાંચો:તારક મહેતાના જૂના ડાયરેક્ટરે શો ના કલાકારોને ગણાવ્યાં કાચીંડા જેવા, જેઠાલાલ વિષે કહી આવી વાત…

હવામાન દિગ્ગજ નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 કલાક રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ નોંધાશે ઉત્તર ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લી, પાટણ, મેહસાણામાં ભારે વરસાદની સંભાવના છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *