A 21-year-old married girl committed suicide in Surat

સુરતમાં 21 વર્ષીય પરિણીત યુવતી એ જીવન ટૂંકાવ્યું, એક વર્ષ પહેલાજ કર્યા હતા લવમેરેજ ને ભર્યું આવું પગલું…

Breaking News

ગુજરાતમાં એક પછી એક ખુદખશી કરીને જીવન ટૂંકાવવાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં એક પાટીદાર યુવતીએ ખુદખશી કરીને જીવન ટૂંકાવ્યું છે વાલીની મંજૂરી વગર થયેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે.

સુરતમાં 21 વર્ષીય પાટીદાર પરિણીતાએ ઘરે ફાં!સો ખાઈ ખુદખશી કરી છે. લગ્નના એક વર્ષમાં જ સાસરીયાઓએ ત્રાસ આપતા તેણે ખુદખશી કર્યા હોવાનું કહેવાય છે.

મળેલ માહિતી અનુસાર, સુરતના ગવિયર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારમાં એકની એક દીકરી કરીના પટેલ હતી 21 વર્ષીય કરીનાએ એક વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

કરીના પરિવારની લાડલી હતી, અને સોશિયલ મીડિયના માધ્યમથી તે કિશન પટેલના સંપર્કમાં આવી હતી. તેના પરિવારજનોને આ પ્રેમ મંજૂર ન હતો. તેથી તેણે એક વર્ષ પહેલા ભાગીને કિશન સાથે લગ્ન કર્યા હતા.

વધુ વાંચો:કાકા એ કબાડી માંથી બનાવી દીધી 6 પૈડાવાળી બાઈક, દેશી જુગાડ જોઈને લોકો કરી રહ્યા છે વાહ વાહ…

લગ્નના ત્રણ મહિના બાદ કરીનાને તેના પિયર પક્ષના લોકોએ રાજીખુશીથી બોલાવી હતી. તેના બાદ તે તેના પિયરમાં આવવા-જવા લાગી હતી. પરંતુ બીજી તરફ, કિશન કોઈ કામધંધો કરતો ન હતો. તેથી તે કરીનાને તેના માતાપિતા પાસેથી રૂપિયા લાવવા દબાણ કરવા લાગ્યો હતો. તે કરીનાને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો.

કિશન ઘરમાં રૂપિયા લાવતો ન હોવાથી કરીનાને ઘર ચલાવવામાં પણ પરેશાન થઈ ગયા હતા. તેથી માનસિક રીતે ભાંગી ગયેલી કરીનાએ પોતાના ઘરમાં ફાં!સો ખાઈ ખુદખશી કરી હતી આ વાતની જાણ થતા જ તેના માતાપિતા દોડતા આવ્યા હતા અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *