ગઇકાલે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો જેમા 10 લોકોના અવસાન થયા હતા ત્યારપછી હવે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે ન!શાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ગાડી ધડાકા સાથે વૃક્ષ સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. ડ્રાઇવરના કહેવા મુજબ એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી રોડ પર ગઈકાલે રાત્રે મારુતિ સુઝુકી કંપનીની એરટીગાના કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બેકાબૂ કાર ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઈ હતી આ બનાવને પગલે નજીકના લોકોના ટાળા એકઠા થઈ ગયા હતા.સ્થાનિકો દ્વારા અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
વધુ વાંચો:ઐશ્વર્યા રાયે 2007 માં પોતાના લગ્નમાં પહેરેલી સાડીની કિંમત સાંભળી ફફડી જશો….
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.