આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડશે તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને આવતીકાલથી આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી અને ઉકળાટની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ દ્વારા જેને લઈને 5 દિવસ હિટવેવની આગાહી કરી છે.
7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી અથવા તેને પાર પહોંચે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેથી કામ વિના ઘરેથી બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે.
આવી સ્થિતિમાં તંત્ર દ્વારા મતદાનને લઈને પણ ખાસ અપીલ કરાઈ છે. ભારે ગરમીની સ્થિતિને જોતા તંત્ર દ્વારા અપીલ કરાઈ છેકે, મતદારોએ ગરમીમાં હેરાન ના થવું પડે તે આશયથી સવારે વહેલું મતદાન કરવા પ્રયાસ કરવો.
આ પણ વાંચો:ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ તેની વિદાયમાં ખૂબ રડી, ભાઈ કૃષ્ણા અને ભાભી કરિશ્માના આંસુ પણ છલકાયાં…
એજ કારણે ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે. કારણ કે, હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.