હાલ રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે આગહીકાર અંબાલાલ પટેલે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે આ સાથે અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.
ગુજરાતના માથે બે ભારે સિસ્ટમ એક્ટિવ થઈ છે. ત્યારે આ સિસ્ટમ આજે ગુજરાતના 14 જિલ્લામાં ભારે પડશે. ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે. સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલના કહેવા અનુસાર તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે. જ્યારે 26મી ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ ખેચાશે.
આ પણ વાંચો:અમિતાભ બચ્ચને ક્યારેય ઐશ્વર્યા રાયને પોતાની વહુ માની નથી, જયા બચ્ચને કર્યો ખુલાસો…
આ સાથે તેમના કહેવા પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.