જાણીતા ફિલ્મ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ ના અવસાનના સમાચાર આવ્યા છે તેમના નિધનના સમાચાર પછી એવી માહિતી બહાર આવી છે કે નાદારી અદાલતે તેમની સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવાની અરજીને મંજૂર કરી હતી.
દેસાઈ પર 250 કરોડ રૂપિયાની લોન હતી, જે તેઓ ચૂકવી શક્યા નહોતા, ત્યારબાદ કોર્ટે તેમની સામે નાદારીનો કેસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. લગાન’ અને ‘દેવદાસ’ જેવી ઘણી મોટી બોલીવુડ ફિલ્મોના આર્ટ ડાયરેક્ટર રહેલા નીતિન દેસાઈનો મૃતદેહ બુધવારે મહારાષ્ટ્રના રાયગઢમાં તેમના સ્ટુડિયોમાં લટકતો મળી આવ્યો હતો. તેમણે ખાલાપુર તાલુકામાં આ સ્ટુડિયો ખોલ્યો હતો.
તેમાં ‘જોધા અકબર’ જેવી ફિલ્મોનું શૂટિંગ થયું છે. એવું માનવામાં આવે છે કે તેણે ખુદખુશી કરી છે. તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રથમ માહિતીમાં જાણવા મળ્યું છે કે તેણે તેના નાણાકીય ધિરાણકર્તાને 252 કરોડ રૂપિયાની લોન ચૂકવી નથી.
વધુ વાંચો:રાહુલ ગાંધીના લગ્નને લઈને સોનિયા ગાંધીનું મોટું બયાન, કહ્યું- તમે છોકરી શોધી…
અને ગયા અઠવાડિયે જ, એક નાદારી અદાલતે તેમની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી હતી. દેસાઈની કંપની એનડી આર્ટ વર્લ્ડ પ્રા. લિ. 2016 અને 2018માં બે વખત ECL ફાયનાન્સ પાસેથી 185 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જાન્યુઆરી 2020થી તેમની સામે લોન પેમેન્ટનું સંકટ શરૂ થયું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.