અમરનાથ યાત્રાએ ગયેલ જામનગરના શિવભકતે દમ તોડ્યો, એકાએક હૃદય બંધ પડી જતાં કરૂણ…
થોડાક દિવસ પહેલા અમરનાથ દર્શન માટે ગયેલા વડોદરાના ફતેપુરાના એક યુવકનું હૃદયરોગના કારણે અવસાન થયાની આશંકા છે. ફતેપુરાની નાની પિતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું અવસાન થયું છે પહેલગામમાં યુવકની તબિયત લથડી હતી અને રવિવારે ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.
હવે હાલમાં 1 ઓગસ્ટે જામનગરમાં માં રહેતા કર્મચારી કર્મચારીનું અમરનાથ યાત્રાએ ગયા પછી યાત્રા દરમિયાન ઓક્સિજનનું ઘટી જતાં હૃદય બંધ પડી જવાના કારણે અવસાન થયું છે.
આ ભાઇનું નામ જામનગરમાં રહેવાસી અને વર્ષોથી જામનગરની શૈક્ષણિક સંસ્થા વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ નવીનભાઈ ઝવેરી છે.
વધુ વાંચો:નૂહ હિંસા પર ગુસ્સે થયા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ! કહ્યું- નૂહમાં જે થયું તે રાક્ષસી…
તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવારમાં અવસાન થયું હતું તેઓના નિધનના સમાચાર મળતાં પરિવારજનો તેમજ મિત્ર ટોળામાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. તેઓની સાથે જોડાયેલા અન્ય અમરનાથ યાત્રીઓ દ્વારા મૃતદેહને જામનગર લાવવામાં આવ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.