હાલ ભારતમાં વરસાદનો મહલો જામ્યો છે ભારે વરસાદને કારણે આ વર્ષે અમરનાથ યાત્રાને અસર પડી છે. અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દેવાઈ છે. ત્યારે અનેક ભક્તો રસ્તામાં અટવાયા છે આવામાં સમચાર સામે આવ્યા છે કે અમરનાથની યાત્રાએ ગયેલા સુરતની મહિલાનું અવસાન નિપજ્યું છે.
સુરતના કામરેજના ઊર્મિલાબેન અમરનાથની યાત્રાએ ગયા હતા, જેમાં ભુસ્ખલન થતાં ઊર્મિલાબેનને માથાના ભાગે પત્થર વાગ્યો હતો ઉર્મિલાબેન મોદી સુરત જિલ્લાના કામરેજના વતની છે હજી દોઢ એક મહિના પહેલા જ અમેરિકાથી ગુજરાત આવ્યા હતા.
આ દરમિયાન તેઓએ અમરનાથ યાત્રાએ જવાનું ગોઠવ્યું હતું ગત 5 જુલાઈના રોજ તેઓ અમરનાથ જવા રવાના થયા હતા. પરંતું યાત્રા દરમિયાન અચાનક ભૂસ્ખલન થયુ હતું, અને તેમના માથા પર પથ્થર પડ્યો હતો. જેથી તેમનુ અવસાન નિપજ્યુ હતું. હાલ ઊર્મિલાબેનના મૃતદેહને વતન લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
વધુ વાંચો:આ જગ્યા એ વાદળ ફાટતા 7 લોકોના અવસાન, 3 લોકો ગૂમ, જાણો ક્યાંની ઘટના…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.