ગુજરાતમાં હાલ વરસાદે આરામ લીધો છે વાદળો તો છવાયેલા છે પરંતું વરસાદ આવતો નથી. ઉપલા લેવલમાં ભેજ ન હોવાથી વરસાદમાં બ્રેક લાગી છે. પરંતું હવે ગુજરાત બહુ લાંબો સમય કોરું નહિ રહે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર ચોમાસું દસ્તક દેશે. 26 ઓગસ્ટથી ગુજરાતમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ આવશે.
20 ઓગસ્ટ બાદથી ચોમાસાની ધરી નીચે આવવાથી વરસાદી વાતાવરણ સર્જાશે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલની જમાવટ થશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહ મુજબ તારીખ 26 ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો પરંતુ ઓગસ્ટ આવતા જ વરસાદે આરામ લીધો છે.
હાલ ભારતના ઉત્તર ભાગોમાં વરસાદ છે. પરંતુ નીચેના રાજ્યો સાવ કોરાકટ છે. આવામાં 26 ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ આવશે.
તેમણે જણાવ્યું કે, રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમાં સામાન્ય ભેજ હોવાથી હાલ માત્ર વરસાદી ઝાપટા આવી રહ્યાં છે.
પરંતું 20 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવશે. 16 ઓગસ્ટથી જ ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવશે. 17 ઓગસ્ટે મઘા નક્ષત્રમા સૂર્ય આવી રહ્યો છે. આવામાં અગત્સ્યનો ઉદય થાય છે.
વધુ વાંચો:અમદાવાદના પાટીદાર ફેમેલીનો એકનો એક જુવાનજોધ દિકરો લંડનમાં ગુમ, 4 દિવસથી કોઈ પત્તો નથી…
હવે 19, 20 અને 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવશે. તારીખ 27 થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરી વરસાદની જમાવટ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.