Young son of Patidar family of Ahmedabad missing in London

અમદાવાદના પાટીદાર ફેમેલીનો એકનો એક જુવાનજોધ દિકરો લંડનમાં ગુમ, 4 દિવસથી કોઈ પત્તો નથી…

Breaking News

દુખદ: અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ગુજરાતીઓ પર મુશ્કેલીઓ ઊભી થઈ છે આ બે દેશોમાં ગુજરાતીઓ સાથે લૂંટ, હ!ત્યા, ગાયબ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યાં હવે યુકેમાં પણ ગુજરાતીઓ માટે સલામત નથી રહી તેવુ લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદનો એક પાટીદાર યુવક લંડનની ગલીઓમાં ગુમ થયો છે. ચાર દિવસથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નથી.

10 ઓગસ્ટથી તેનો મોબાઈલ સંપર્ક બંધબતાવે છે. ત્યારે લંડન પોલીસ પણ આ યુવકની શોધખોળમાં લાગી છે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું.

પરંતું 10 તારીખથી  કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે 10 ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. જેથી અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ બનાવથી ચિંતામાં પડ્યા છે જ્યારે કુશનો સંપર્ક ન થયો તો તેઓએ કુશના રૂમ પાર્ટનર સાથે વાત કરી હતી, પરંતું તેમને પણ તેના વિશે કોઈ ખબર ન હતી. તેથી તેના માતાપિતાએ લંડનની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

વધુ વાંચો:આ જગ્યા એ વાદળ ફાટતા 7 લોકોના અવસાન, 3 લોકો ગૂમ, જાણો ક્યાંની ઘટના…

તેથી લંડન પોલીસે હાલ કુશની શોધખોળ શરૂ કરી છે. બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને આ તમામ બાબતે જવાબ શું આપશે અને હિસાબ આપવાની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા છે.

કુશ પટેલ પરિવારનો એકનો એક આધાર છે. કારણ કે, તે લંડનમાં નોકરી કરીને જે રૂપિયા કમાતો હતો, તેનાથી અમદાવાદમાં તેના પરિવારનું ગુજરાન ચાલે છે તેથી પટાદીર પરિવાર પોતાના વ્હાલસોયાના પરત લાવવા માટે ચિંતાતુર બન્યો છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *