લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હાલમાં રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળેલ માહિતી અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતીનો પરિવાર રહે છે ગઈકાલે સાંજે આઠ વાગ્યાની આસપાસ તેઓ બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા પરંતું લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો.
તેથી તેમને ઉપર જોવા ગયા, તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ જાણીને પરિવાર અને સમાજ પર આભ તૂટી પડ્યું હતું.
વધુ વાંચો:આ જગ્યા એ વાદળ ફાટતા 7 લોકોના અવસાન, 3 લોકો ગૂમ, જાણો ક્યાંની ઘટના…
કલ્પેશભાઈના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. તેઓ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે કલ્પેશભાઈને 18 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.