બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી હાલ દુખદ ખબર સામે આવી છે હિન્દી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન થયું છે અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા હાલમાં જ જોની લીવર, સચિન પિલગાંવકર અને જિતેન્દ્ર તેને મળવા આવ્યા હતા 67 વર્ષની ઉંમરે જુનિયર મહેમૂદ ઉર્ફે નઈમ સૈયદે અલવિદા કહી દીધું અભિનેતાના પેટનું કે!ન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું.
અહેવાલો અનુસાર અભિનેતાનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેમની પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તે કે!ન્સર સામેની લડાઈ હારી ગયો જુનિયર મેહમૂદના નિધનની પુષ્ટિ તેના નજીકના મિત્ર સલામ કાઝીએ કરી છે.
તમને જણાવી દઈએ કે સારવાર દરમિયાન અભિનેતા મેહમૂદે પોતાના જૂના મિત્રો, દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાને લગભગ એક મહિના પહેલા તેની કે!ન્સર સંબંધિત બીમારી વિશે ખબર પડી હતી.
વધુ વાંચો:આ ક્રિકેટર પર ફીદા થઈ એનિમલની હિરોઈન તૃપ્તિ ડિમરી, બોલી- એમાં શક નથી કે મારો ફેવરેટ ક્રિકેટર…
ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેમની તબિયત નોંધપાત્ર રીતે બગડી ગઈ હતી. તેમના નજીકના મિત્ર સલામ કાઝીએ કહ્યું કે તેમની તબિયત બગડી રહી છે અને તેઓ લાઈફ સપોર્ટ પર છે, પરંતુ દુઃખની વાત છે કે તેઓ બચી શક્યા નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.