હાલમાં મોદીજીની બોલબાલ થઈ રહી છે જ્યાં જુઓ ત્યાં માત્ર મોદી મોદીના નાદ ગુંજી રહ્યા છે ખરેખર આ ક્ષણ આપણા માટે ખૂબ જ ગૌરવશાળી છે. વિદેશ ધરતીમાં પહેલીવાર કોઈ ભારતીય રાજનેતાનું આ રીતે સન્માન થયું હોય આપણે જાણીએ છે કે હાલમાં માનનીય વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અમેરિકાના પ્રવાસે છે.
આ દરમીયાન અમેરિકાના રાષ્ટ્રપતિજી સહિત તમામ રાજકીય નેતાઓ તેમજ અમેરિકાના તમામ નાગરિકોએ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ભાવભર્યું સ્વાગત કર્યું છે.આ તમામ ઐતિહાસિક ક્ષણો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં સૌથી મહત્વની અને ગૌરવશાળી ક્ષણ એ છે કે અમેરિકાના વાઇટ હાઉસમાં ગુજરાતી ગરબા પહોંચ્યાં છે.
ગરબા એ ગુજરાતની ઓળખ છે. સૌથી ખાસ વાત એ છે કે ગરબા માત્ર આપણા માટે એક નૃત્ય નથી પરંતુ જગત જનની માં અંબાજીની આરાધના કરવા માટેની એક અતુલ્ય ક્ષણ છે. મોદીજી જ્યારે અમેરિકા પધાર્યા છે, ત્યારે તેમના સ્વાગતના રૂપમાં વાઇટ હાઉસ ખાતે ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું.
વધુ વાંચો:દેવોં કે દેવ મહાદેવ ની ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી મોનોકિની પહેરી પાણીમાં ઉતરી, વિડીયો થયો વાયરલ, જુઓ…
ખરેખર આપણી સંસ્કૃતિ અને પરંપરા એ અમેરિકા જેવા દેશમાં પહોંચી શકે તેનાથી વિશેષ આપણા માટે બીજું શું હોય શકે. નવા ભારતની આ એક ઓળખ છે કે, આપણી પરંપરાઓને વિદેશના લોકો પણ સ્વીકારી રહ્યા છે માંડી રૂમ ઝૂમ કરતી આવે ગરબો સાંભળતા જ અમેરીકાના રાષ્ટ્રપતિ બાઇડન અને મોદીજી આ ક્ષણ જોતા જ રહી ગયા અને આ ઐતિહાસિક અને અકલ્પનિય ક્ષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિડીયો જોવા નીચેની લિન્ક ખોલો.