ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુંદર આંખોથી લોકોને દીવાના બનાવી દેનાર અભિનેત્રી કિરણ આચાર્ય ની જીવન કહાની વિશે આજે આપણે વાત કરીશું કિરણ આચાર્ય નું મુળ વતન સોમનાથ છે પરંતુ તેઓ વડોદરા રહેતા હતા તેમના પિતા ડોક્ટર હતા નાનપણથી કિરણને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો કે ઘેરથી બહાનું કાઢીને ફિલ્મો જોવા પહોંચતા હતા તેમના ઘરમાં કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું નહોતું.
પરંતુ આ સમયે કિરણને એક સિંગર બનવાની અભિલાષા હતી એકવાર તે ચેન્નઈ ફરવા પહોંચી હતી આ દરમિયાન કિરણને એક વ્યક્તિએ પૂછ્યું કે શું તમે મોડેલ છો કે ફિલ્મ અભિનેત્રી છો આ સમયે કિરણે તેમને ના પાડી.
પરંતુ એ વ્યક્તિએ તેને કાર્ડ આપતા જણાવ્યું કે અભિનય કરવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો આ સમયે કિરણ આચાર્ય એ મદુરાઈ સિલ્ક નામની એડ માં કામ કર્યું ત્યારબાદ તેમને પેપ્સી ની એડ કરી કિરણે તમીલ ફિલ્મ યુનીવરસીટી માં અભિનય કર્યો ત્યાર બાદ બોલીવુડ ફિલ્મ સાજીસ માં અભિનય કર્યો સાલ 2006 માં ગુજરાતી ફિલ્મ ભવભવ ના ભરથાર ઓફર થતાં ચંદન રાઠોડ અને ફિરોજ ઈરાની સાથે અભિનય કર્યો.
પરંતુ એ સમયે તેને કોઈ ઓળખના મળી પરંતુ સાલ 2008 માં ગુજરાતી સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર હિતુ કનોડિયા અને નરેશ કનોડિયા જેવા સ્ટાર સાથે આવેલી ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય માં તેમને અભિનય નો ચાન્સ મળતા કિરણ આચાર્ય ખુબ જ લોકપ્રિય બની.
આ ફિલ્મ થીયેટરો માં ગોલ્ડન જયુબિલી રહી 75 થી 100 અઠવાડિયા સુધી આ ફિલ્મ થિયેટરમાં ચાલી હતી અને એવી ગુજરાતી ફિલ્મો બનીને સામે આવી જે દિવસે નહીં પરંતુ રાત્રે પણ આ ફિલ્મના શો દેખાડવામાં આવતા હતા.
વધુ વાંચો:પ્રેગ્નન્ટ સના ખાન રડી પડી જ્યારે તેની માં એ તેના જૂતાની ફીત બાંધી, વીડિયો જોયા પછી ફેન્સે કહ્યું- માશાઅલ્લાહ…
ત્યારબાદ લોકો કિરણને રાધા તરીકે ઓળખવામાં લાગ્યા હતા કિરણ આચાર્યને હિતેન કુમાર સાથે અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો ચાર પાંચ ફિલ્મો બાદ તેની આ ઈચ્છા સહીયર ની ચુદંળી ફિલ્મ થી પુરી થઈ અને ત્યારબાદ હીતેન કુમાર સાથે તેમણે 14 થી પણ વધારે ફિલ્મો કરી કિરણ આચાર્યએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 70 થી વધારે ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.
તેમને ઘણી બધી હિન્દી ફિલ્મોમાં અને હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યું છે આજે પણ તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને લોકો તેમના દમદાર અભિનય ને ખૂબ જ પસંદ કરે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.