પાણીપુરી માટે હમેશા એવું કહેવાય છે કે કોઈ એક વસ્તુ જે નાના બાળકથી લઈને વૃદ્ધ બધાની જ પ્રિય હોય તો એ છે પાણીપુરી તમે પાણીપુરી ની લારી પર ભીડ તો હમેશા જોઈ હશે.
પણ ક્યારેય એવું જોયું છે કે કોઈ પાણીપુરી વાળો માત્ર પુરુષોને જ પાણીપુરી આપતો હોય તમે કહેશો આ તો શક્ય જ નથી.મહિલાઓ તો પાણીપુરી પાછળ સૌથી વધુ પાગલ હોય જો તેમને ન આપો તો ધંધો જ ન થાય.
પરંતુ તમને જણાવી દઇએ કે ગ્વાલિયરમાં આવેલ ભગતજી પાણીપુરી વાળાં માત્ર પુરુષો ને જ પાણીપુરી ખવડાવે છે.એટલું જ નહિ જો તમારી ઉમર ૧૮ વર્ષ કે તેથી નીચી છે તો તમારે આધાર કાર્ડ લઈને જવું પડે છે.
ખાસ વાત તો એ છે કે ભગતજી પાછલા ઘણા વર્ષોથી પાણીપુરી બનાવે છે તેમ છતાં તેમની ચટણી કે પાણીની રેસિપી તેમના બાળકોને પણ ખબર નથી તેમનું કહેવું છે કે જેમ તાજમહેલ બનાવનાર કારીગર પોતાનુ નામ કરી ગયા એ જ રીતે તે પણ પાણીપુરી માં નામ કરી જશે.
વધુ વાંચો:દેવોં કે દેવ મહાદેવ ની ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી મોનોકિની પહેરી પાણીમાં ઉતરી, વિડીયો થયો વાયરલ, જુઓ…
તેમની પાણીપુરી માટે કહેવાય છે કે પાણીપુરી એટલી તીખી હોય છે કે ખાતા જ આંખમાં પાણી આવી જાય છે.જો કે ભગતજી હાલમાં ૫૭ વર્ષના છે પણ તેમનો કામ કરવાનો જુસ્સો કોઈ યુવાનને હંફાવે તેઓ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.