હવે રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે કે, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. એવું કહેવાઈ રહ્યું છે.
ફેમસ આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર આગાહી કરતા જણાવ્યું કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે ઉત્તરાયણ પર ઠંડો પવન ફૂંકાશે સવારે 13 કિમી, બપોરે 20 કિમી, અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે તેવી શક્યતા છે.
14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જોકે, બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે.ઉતરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે જોકે, ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહિવત છે.
વધુ વાંચો:હવે નહીં રહ્યા મશહૂર સંગીતકાર ઉસ્તાદ રાશિદ ખાન, 55 વર્ષની ઉમર માં અચાનક થયું એવું કે…
પણ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થતા વધુ ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે. આ વર્ષે એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મે મહિનામાં વધુ ગરમી પડશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.