હાલમાં અયોધ્યાના રામ મંદિરની ભવ્યતા અને સુંદરતાના આ સમયે દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન ફરી એકવાર રામ મંદિરની કેટલીક નવી તસવીરો સામે આવી છે.
અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર 250 ફૂટ પહોળું, 380 ફૂટ લાંબુ અને 161 ફૂટ ઊંચું છે. બાંધકામ પૂર્ણ થયા પછી, આ રામ મંદિર સંકુલ વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે નવી તસવીરોમાં મંદિરની બહારની ભવ્યતા સ્પષ્ટ દેખાય છે.
)
ફોટો ક્રેડિટ:ગૂગલ
મંદિરના સ્તંભોથી શરૂ કરીને દરેક ભાગ પર સુંદર કોતરણી જોવા મળે છે. 32 સીડીઓ ચઢીને ભક્તો રામલલાના દર્શન કરશે નવી તસવીરોમાં મંદિરની અંદરની તસવીરો પણ સામેલ છે. જેમાં મંદિરની અંદરની સુંદરતા અને ભવ્યતા જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, મંદિરના ગર્ભગૃહને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ભક્તો 25 ફૂટ દૂરથી ભગવાન રામની છબી જોઈ શકશે.
વધુ વાંચો:સાહિત્ય જગતને લાગ્યો ભારે આઘાત: મશહૂર શાયર મુનવ્વર રાણાનું થયું નિધન, 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, જાણો કોણ હતા…
)
ફોટો ક્રેડિટ:ગૂગલ
રામ મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરેલી છે. તેમની વચ્ચેના સુવર્ણ દરવાજાની આભા દેખાય છે. હાલમાં અન્ય તૈયારીઓની સાથે મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
)
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.