ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે દિવેસે અને રાત્રે પણ ઠંડીનો અહેસાસ થાય છે એવામાં ઠંડી વચ્ચે વરસાદનુ ઝાપટું પડવાની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠું પડવાની આગાહી કરી છે.
આજથી 30 જાન્યુઆરીમાં માવઠું પડવાની આગાહી આવી છે આગાહીકારે જણાવ્યું કે, આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ભાગમાં માવઠું પડી શકે છે. આ સાથે ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે.
વધુ વાંચો:બિગબોસ 17: ઉદારિયા સિરિયલના એક્ટર અભિષેકે 3 મહિનામાં આટલા લાખ રૂપિયા કમાવ્યા…
જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.