સાપ પૃથ્વીના એવા ખતરનાક જીવોમાંથી એક છે જેને જોઈને વ્યક્તિના હાથ-પગ ફૂલવા લાગે છે નાના સાપ તેમના ઝેરથી કોઈને પણ મારી શકે છે જ્યારે મોટા સાપ અથવા અજગર માણસોને ગળી જાય છે અને આસપાસના લોકોને તેની ખબર પણ પડતી નથી આવું જ કંઈક ઇન્ડોનેશિયાની એક મહિલા સાથે થયું જે અજગરનો શિકાર બની.
ઇન્ડોનેશિયામાં જ્યારે અજગર એક મહિલાને ગળી ગયો ત્યારબાદ સ્થાનિક લોકોએ મૃત શરીર ની શોધમાં 22 ફૂટ લાંબા વિશાળ અજગરના ટુકડા કરી નાખ્યા સીએનએનના અહેવાલ મુજબ જ્યારે મહિલા ક્યાંય દેખાતી ન હતી ત્યારે લોકોને અજગર પર શંકા ગઈ જેણે 54 વર્ષની મહિલાને આખું ગળી લીધું હતું.
મળતી માહિતી મુજબ જાહરહ નામની મહિલા તેના ઘરેથી રબર લેવા જંગલમાં ગઈ હતી આ ઘટના રવિવારે જામ્બી પ્રાંતની છે બેત્રા જામ્બી પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે મહિલાનો પતિ તેને શોધવા નીકળ્યો ત્યારે તેને તેની પત્નીના સેન્ડલ માથાનો દુપટ્ટો જેકેટ અને એક છરી મળી આવી હતી.
વધુ વાંચો:કરોડોની કિંમતના વિશ્વના સૌથી ધનિક મંદિરમાં ખજાનાની રક્ષા કરતો વિશાળ સાપ, જાણો વિગતે…
બીજા દિવસે એક સર્ચ પાર્ટી મહિલાને શોધવા માટે કેટલાક વિસ્તારોમાં નીકળી હતી જ્યાં તેમને એક મોટો સાપ મળ્યો જેનો મધ્ય ભાગ સૂજી ગયો હતો. પહેલા તો અજગરનું મોં પકડીને તેના પેટમાંથી મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પછી જે થયું તે ખૂબ જ ભયાનક હતું.
વાયરલ પ્રેસ અનુસાર આખરે ગામવાસીઓએ અજગરની અંદરથી પેટ કાપીને મહિલાની લાશને બહાર કાઢી કદાચ અજગરે મહિલાને પહેલા ડંખ માર્યો હશે અને પછી તેને લપેટીને તેના હાડકાં તોડી નાખ્યા હશે આખરે તે મહિલાને ગળી ગયો અનુમાન મુજબ આ આખી પ્રક્રિયામાં તેને 2 કલાકનો સમય લાગ્યો હશે અને જંગલને કારણે કોઈ મહિલાની મદદ કરવા પણ ન આવી શક્યું.