ગુજરાતમાં લાંબા સમય બાદ સપ્ટેમ્બરમાં વરસાદનું ફરીથી આગમન થયું છે છેલ્લા 2 દિવસથી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે એવામાં હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં 13 તારીખ સુધી વરસાદના જાપટા ચાલુ રહેશે.
13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે કહ્યું છે કે 13 તારીખ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ચાલુ રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં વરસાદ આવશે.
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.
વધુ વાંચો:જવાન ફિલ્મ એ પહેલાજ દિવસે કરી છપ્પડ ફાડ કમાઈ, ગદર 2 સહિત આ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડયા…
અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા અને મહીસાગરમાં વરસાદની આગાહી કરી છે આ સાથે તેમણે કહ્યું કે, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આ સાથે ખેડૂત સંબંધિત તેમણે કહ્યું કે, 13 સપ્ટે બાદ ઉત્તરા ફાલ્ગુનીનો વરસાદ ખેતી માટે સારો રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.