હાલમાં જ એક ગોજારો અકસ્માત રાજસ્થાનમાંથી સામે આવ્યો છે ટેન્કર અને બસ વચ્ચે ગોજારો અકસ્માત સર્જ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 12 ગુજરાતના લોકોના કમકમાટીભર્યા નિધન થયા હતા. તેમાંથી 10 તો એકજ ગામના હતા હવે 10 લોકોના મૃતદેહની એકેસાથે અંતિમ યાત્રા નીકળી છે.
મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દિહોર ગામે એકેસાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળી હતી ગામનું મંજર એવું હતું કે ટાંકળી પડે તો પણ અવાજ આવે. દિહોર ગામના એક સાથે 10 લોકોના નિધનથી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. આખું દિહોર ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે એક સાથે 10 અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડ્યું હતું.
મળતી માહિતી મુજબ 10 મૃતકોને શ્રદ્ધજંલિ પાઠવવા 10 હજારની સંખ્યામાં લોકો દિહોર પહોંચ્યા છે મૃતકોના પરિવારમાં કરુણ વાદળો છવાઈ ગયો છે. તો આ અકસ્માતમાં અવસાન પામેલા મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ અકસ્માત ટેન્કર અને બસ વચ્ચે ગોજારો અકસ્માત સર્જ્યો છે આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષ હતા ભાવનગરની પ્રાઇવેટ બસ મથુરા પ્રવાસ માટે નીકળી હતી જયપુર આગ્રા નેશનલ હાઈવે પર બસ ખરાબ થઈ ગઈ હતી જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી અને તેને રિપેર કરતાં હતા.
ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી આ બનાવ સવારે 5 વાગ્યા જેવો સર્જાયો હતો આવી ઘટના બનતા મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકો પર ટ્રક ચડાવી નાખ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.