ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે જામનગર જિલ્લામાંથી આ કરુણ ઘટના પ્રકાશમાં આવી છે એકે સાથે 5 લોકોની અર્થી ઉઠી છે જામનગરમાં રહેતો એક પરિવાર બહાર ફરવા ગયો હતો. સહેલગાહ દરમિયાન પરિવાર જિલ્લાના સાપડા ડેમમાં ન્હાવા ગયો હતો અને ત્યારબાદ આખો પરિવાર ડૂબી ગયો હતો.
માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનો અને ડાઇવર્સે પહોંચીને પરિવારના તમામ સભ્યોના મૃતદેહને બહાર કાઢ્યા હતા મૃતકોમાં બે મહિલા અને બે છોકરાઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઈ તેમના પરિવાર સાથે સપડા ડેમના કિનારે વિસ્તારમાં ફરવા ગયા હતા. જ્યાં પરિવારના પાંચ સભ્યો ડેમમાં ન્હાવા લાગ્યા હતા. જ્યાં ડૂબી જવાથી પાંચના નિધન થયા છે.
વધુ વાંચો:Viral Video: જામનગર ડેમમાં નાહવા પડેલા પાંચ લોકોના અવસાન, એકજ પળમાં આખો પરિવાર વિખરાય ગયો…
ડૂબી જવાની ઘટનાની જાણ તમામ ફાયર બ્રિગેડ અને વધુ 108 પોલીસ ટીમને કરવામાં આવી હતી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી અને ઘણા કલાકોની મહેનત બાદ પાંચેય મૃતદેહો બહાર કાઢી શકાયા હતા. જિલ્લા પ્રશાસને પણ આ ઘટનાની તપાસ કરવાની સૂચના આપી છે કે ફરજ પરનો સ્ટાફ ત્યાં કેમ દેખાતો નથી. જેના કારણે બેદરકારીના કારણે પાંચ લોકોના નિધન થયા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.