A Muslim girl married a Hindu boy

ગજબ લવ સ્ટોરી: 21 વર્ષના હિન્દુ યુવક સાથે 18 વર્ષની મુસ્લિમ યુવતી એ મંદીર મા કર્યા લગ્ન, બાદમાં નામ પણ બદલ્યું, જુઓ…

Breaking News

પ્રેમમાં સૌ કોઈ આંધળા બની જાય છે ખાસ કરીને અનેક લોકો પ્રેમમાં જાત પણ ભૂલી જાય હાલમાં જ એક ગજબ ની પ્રેમ કહાની સામે આવી છે હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતી મંદીર મા લગ્ન કર્યા અને બાદ મા એવું નામ રાખ્યુ કે જાણીને ચોંકી જશો ચાલો આ ગજબ પ્રેમ કહાની વિશે અમે આપને જણાવીએ.

આ ગજબ પ્રેમ કહાનીનો કિસ્સો યુપીના બહરાઈચ જિલ્લાનો છે બે પ્રેમી પંખીડાઓ એ બે ધર્મની દિવાલ ને તોડીને લગ્નના બંધને બંધાઈ ગયા. મુસ્લિમ યુવતી રૂબીના મંદિરમાં પોતાના પ્રેમી સાથે હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરીને જીવનસાથી બની.

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, શિવપુરા ગામની રહેવાસી રૂબીના બેગમ હવે રૂબી અવસ્થી બની ગઈ છે. યુવકનો પરિવાર આ લગ્નથી ખુશ છે પરંતુ યુવતીનો પરિવાર નારાજ છે. પોલીસની સુરક્ષામાં બંને યુગલે 6 જૂને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, 15 દિવસ પહેલા બંને લગ્ન કરવા ગામથી ભાગી ગયા હતા.

રૂબી અને શેષ બંને શિવપુરા ગામના રહેવાસ છે આ બંનેની મુલાકાત લગભગ 2 વર્ષ પહેલા થઈ હતી. રૂબીની ઉંમર 18 વર્ષની છે , જ્યારે યુવાનની ઉંમર 21 વર્ષની છે અને જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગભગ 15 દિવસ પહેલા બંને ગામથી ભાગીને લગ્ન કરવા મુંબઈ ગયા હતા.

યુવતીના પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે લોકોએ શેષ વિરુદ્ધ તેમની પુત્રીનું અપહરણ કરવાનો કેસ નોંધ્યો હતો. પરિવારે કહ્યું કે તેમની પુત્રી સગીર છે અને શેષ તેને લાલચ આપીને લઈ ગયો છે. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ જોઈને પોલીસે બંનેને મુંબઈથી ઝડપી લીધા હતા.

વધુ વાંચો:ગુજરાતમાં ચાલી રહેલા બીપોરજોય વાવાઝોડાને લઈને કબરાવ ધામ ના મહંત બાપું એ શુ કીધુ, જુઓ…

જે બાદ યુવતીને વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી. છોકરાને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો યોગ્ય તપાસ બાદ બંનેએ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ લગ્ન કરવા માગે છે જે બાદ બંનેએ પોલીસ પ્રોટેક્શનમાં લગ્ન કર્યા હતા.

યુવતી હિન્દૂ ધર્મ સ્વીકારવા તૈયાર થઈ ગઈ અને તેને પોતાનું નામ પણ બદલી નાખ્યું. બંનેના લગ્ન બાદ છોકરાના પિતાનું કહેવું છે કે તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. તેના પરિવારે રૂબીને દિલથી દત્તક લીધી છે. તેણી કયા ધર્મની છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *