A Patel businessman committed suicide by jumping into a canal in Vadodara

વડોદરામાં પટેલ વેપારી એ કેનાલમાં કૂદી ખુદખુશી કરી ! કોરા કાગળમાં લખ્યું કે “હું બહુ રૂપિયા કમાયો, પણ…

Breaking News

દોસ્તો ગુજરાત રાજ્યમાં એક પછી એક ખુદખુશીના કેસ જોવા મળી રહ્યા છે વેપારી હંમેશા ખૂબ હિંમતવાન હોય છે પરંતુ કેટલાક કિસ્સા એવા છે જેમાં હિંમતવાન વેપારીને જીવ ગુમાવવો પડ્યો છે અને આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે.

વેપારી આનંદ પટેલે આપઘા!ત કરવો પડ્યો હતો વડોદરાના દંતેશ્વર વિસ્તારની નેહલ પાર્ક સોસાયટીમાં રહેતા અને પ્રતાપ નગર વિસ્તારમાં આવેલા ઈન્ફિનિટી આર્કેડમાં મોબાઈલ રિચાર્જ અને મની ટ્રાન્સફરનો વ્યવસાય ચલાવતા આનંદ પટેલ તેમના પરિવારમાં પત્ની અને એક નાનું બાળક છે.

થોડા વર્ષો પહેલા આનંદ પટેલ જેતપુરના જયેશ અમૃતિયાને મળ્યો હતો. જયેશ અમૃતિયાએ આનંદ પટેલને મોરબીના વિશાલ જગાસણિયા અને અમદાવાદના જિજ્ઞેશ વ્યાસ સાથે પરિચય કરાવ્યો હતો અને આંગડિયાને પૈસા ટ્રાન્સફર કરતી વખતે આંગડિયાને કોઈ પણ જાતની ફી વિના વધુ લાભો અપાવવાની લાલચ આપી હતી, જેના માટે આનંદ પટેલે ધીરે ધીરે રૂ. 27.80 લાખ ચૂકવ્યા હતા.

જેમાંથી 21 લાખ રૂપિયા ત્રણેય વ્યક્તિઓએ પરત કર્યા હતા પરંતુ બાકીના 6.80 લાખ રૂપિયા ત્રણેય વ્યક્તિઓએ છેલ્લા એક વર્ષથી પરત કર્યા ન હતા આથી આનંદ પટેલે જ્યારે અપીલ શરૂ કરી ત્યારે તેમને જવાબ મળ્યો કે ગમે તેટલું કરો, પૈસા નહીં મળે. પરંતુ આ જવાબ મળતા આખરે આનંદ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

વધુ વાંચો:ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તૂટયો દુ:ખનો પહાડ; મશહૂર અભિનેત્રીએ માત્ર 42 વર્ષની ઉંમરે છોડી દુનિયા…

પરત ફર્યા નથી બીજી તરફ આનંદ પટેલ વ્યાજે પૈસા લઈને આર્થિક સંકડામણના કારણે 4 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં 6 ઓગસ્ટના રોજ તેમનો મૃતદેહ હાલોલની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી આનંદ પટેલે પણ પોતાની સુસા!ઈડ નોટ લખી અને શા માટે જીવન ટુંકાવવું પડ્યું તે સમજાવ્યું.

પરિવારનું કહેવું છે કે જો પોલીસે સમયસર મદદ કરી હોત તો આજે મોબી જીવિત હોત. અમને ન્યાય અને પૈસા પાછા જોઈએ છે જેથી વિધવા પત્ની નાના બાળક સાથે પોતાનું જીવન જીવી શકે જો કે, કોઇ ન જતું હોય તેવા નિર્જન સ્થળેથી મૃતદેહ મળી આવતાં સગાસંબંધીઓએ પણ હ!ત્યાની શક્યતા વ્યક્ત કરી તે દિશામાં પોલીસ તપાસ કરવા માંગ કરી હતી.

આનંદભાઈ પટેલે લાંબી સુસા!ઇડ નોટ લખી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું બહુ રૂપિયા કમાયો પણ હવે મારી ઈજ્જત જતી રહી છે,મારી પાસે મરવા સિવાય ઇજો રસ્તો નથી, મને માફ કરજો. એટલું જ નહીં તેઓએ પોતાના બેન્ક ખાતા વિશે જણાવી દીધું હતું કે તેમના બેન્ક ઓફ બરોડાના ખાતામાં 10 હજાર રૂપિયા છે જયારે એન્જલ બ્રોકિંગમાં 26 હજાર રૂપિયા રાખવામાં આવેલ છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *