Chandrayaan 3 is now only 25 kilometers from the moon

ચંદ્રયાન 3: હવે ‘ચંદામામાં’થી માત્ર 25 કિલોમીટર દૂર છે વિક્રમ લેન્ડર, બસ હવે સુર્ય ઊગે એટલી વાર…

Breaking News

ભારતીય ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે વિક્રમ લેન્ડર મોડી રાત્રે એટલે કે રવિવારે (20 ઓગસ્ટ) રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ચંદ્રની નજીક પહોંચ્યું હતું હવે વિક્રમ ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે અગાઉ તે 113 કિમી x 157 કિમીની ભ્રમણકક્ષામાં હતું.

બીજા ડિબૂસ્ટિંગ ઓપરેશન (ગતિ ઘટાડવાની પ્રક્રિયા) એ ભ્રમણકક્ષાને 25 કિમી x 134 કિમી સુધી ઘટાડી દીધી છે એટલે કે હવે ચંદ્રની સપાટીથી વિક્રમ લેન્ડરનું અંતર માત્ર 25 કિમી બાકી છે હવે બસ 23 એ સફળ લેન્ડિંગની રાહ જોઈ રહી છે.

લેન્ડિંગ પહેલાં, મોડ્યુલને આંતરિક તપાસમાંથી પસાર થવું પડશે અને નિયુક્ત લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોવી પડશે.
ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ માટે, ચંદ્રયાન-3ના લેન્ડરની ગતિ ઓછી કરવી સૌથી મહત્વપૂર્ણ છે. લેન્ડિંગ મિશનમાં આ સૌથી મોટો પડકાર છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ ડીબૂસ્ટિંગની પ્રથમ પ્રક્રિયા કરવામાં આવી હતી.

વધુ વાંચો:સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલી પર આપ્યું મોટું બયાન, કહ્યું- વિરાટ કેપ્ટન તો સારો…

રવિવારે થયેલી બીજી અને છેલ્લી ડીબૂસ્ટિંગ અંગે ઈસરોએ જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું અને તેણે ભ્રમણકક્ષાને 25 કિમી x 134 કિમી સુધી ઘટાડી દીધી છે. સોફ્ટ લેન્ડિંગ માટે પાવર્ડ ડિસેન્ટ 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 5.45 વાગ્યે શરૂ થવાની ધારણા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *