વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીનો 36 નો આંકડો છે. આ વાત કોઈનાથી છુપી નથી કારણ કે વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડવા પાછળ ગાંગુલીનો હાથ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ મુદ્દે બંને પૂર્વ કેપ્ટન વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. તે જ સમયે, વર્લ્ડ કપ પહેલા, ગાંગુલીનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીની પ્રશંસા કરતા તેણે કોચ રાહુલ દ્રવિડ પર નિશાન સાધ્યું છે.
ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે આ વર્લ્ડ કપમાં આખી દુનિયાની નજર કિંગ વિરાટ કોહલી પર રહેશે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું વિરાટને લઈને એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે વિરાટ કોહલીની કેપ્ટનશિપના ખુલ્લેઆમ વખાણ કર્યા છે.
વધુ વાંચો:ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદમાં હોટલ રૂમનું ભાડું 2.50 લાખે પહોંચ્યું જ્યારે ફ્લાઇટમાં…
તેમનું માનવું છે કે વિરાટે કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ડર લેસ ક્રિકેટ રમ્યું હતું વધુ વાત કરતાં તેમણે કહ્યું કે, વિરાટ કોહલી ઘણો સારો કેપ્ટન છે ટીમ ઈન્ડિયાએ પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીના નેતૃત્વમાં સારું ક્રિકેટ રમ્યું હતું ખાસ કરીને તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ડર લેસ ક્રિકેટ રમ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.