દોસ્તો પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ આખા ગામનું નામ ગુજરાત તેમજ ભારત ભરમાં રોશન કર્યું છે. ખેડૂત પરિવારની દીકરીએ એથલેન્ટિક્સની રમતમાં ભરપૂર મહેનત થી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલો મળી કુલ 40થી વધુ મેડલો મેળવ્યા છે આ સિવાય અનેક ટ્રોફીઓ પણ મેળવી છે.
તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધા ચાઈના ખાતે આ દીકરી બે વાર કવોલિફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી રહેવા પામી છે. આ સિવાય આ દીકરીએ ગુજરાત તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે યોજાતી અથલેન્ટિક્સમાં પણ ભાગ લઇ ઉત્કર્સ દેખાવો કર્યો છે.
અમે વાત કરી રહ્યા છ હાજીપુર ગામે ખેડૂત પરિવારની દીકરી નીમા ઠાકોરની કે જેણે વર્ષ 2010માં અથલેન્ટિકસ રમતમાં રસ દાખવી તેને રમત ગમત ક્ષેત્રમાં શરૂઆત કરી.
વધુ વાંચો:Audi એ લોન્ચ કરી 2 નવી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જ પર 600 કિમીની રેન્જ, જાણો ફ્યુચર્સ અને કિંમત…
કોચ રમેશ ભાઈના હાથ નીચે ગામમાં આવેલ રૂક્ષમણી વિદ્યાલય ખાતે ટ્રેનિંગ મેળવવાંની શરૂઆત કરી અને રીમા ઠાકોરે અથાગ મહેનત સાથે ક્રોસ કન્ટ્રી, હાફ મેરેથોન, ફૂલ મેરેથોન સ્પર્ધામાં જિલ્લા, રાજ્ય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઇ ગામ અને દેશનું ગૌરવ વધાર્યું છે નીમા ઠાકોર આજે આ સિદ્ધિ હાંસલ કરી છે. જેને લઇ પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.