હાલમાં ખબર સામે આવી છે કે ગુજરાતના કુખ્યાત બુટ!લેગર નાગદાન ગઢવીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. નાગદાન ગઢવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મજૂર કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ નાગદાન ગઢવીને આજે ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વડોદરા પરત ફરતી વખતે સમા સાવલી રોડ પર તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
જે બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું અવસાન નીપજ્યું હતું મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નાગદાન ગઢવી પર વડોદરા સહિત રાજ્યમાં 31 પ્રતિબંધિત ગુનાનો આરોપી હતો.
ગયા જુલાઈમાં રાજ્યના સર્વેલન્સ સેલ દ્વારા તેને હરિયાણામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તે હરિયાણાથી ગુજરાતમાં દા!રૂનું નેટવર્ક ચલાવતો હતો તમને જણાવી દઈએ કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુરુગ્રામમાંથી જાણીતા બુટલેગર નાગદાન ગઢવીની ધરપકડ બાદ ગુજરાતમાં અન્ય બુટલેગર વિનોદ સિંધી દ્વારા તેના દ્વારા ફેલાવવામાં આવેલા દા!રૂના નેટવર્ક અંગે ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.
વધુ વાંચો:વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં ઢળી પડ્યો…
જેમાં બંનેના બેંક ખાતામાંથી કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહારો થયા હતા, પોલીસે તેમના તમામ બેંક ખાતાઓ સીઝ કરી દીધા હતા, તો બીજી તરફ નાગદાન ગઢવી પાસે દારૂના ધંધા સાથે સંકળાયેલા સ્થાનિક બુટલેગરો સાથેની વાતચીતના રેકોર્ડીંગ પણ પોલીસને મળ્યા હતા મોબાઇલ ફો સ્ટેટ સર્વેલન્સ સેલને બુટલેગર નાગદાન ગઢવીના દા!રૂના નેટવર્કની વિગતો આપતી ઓડિયો ક્લિપ મળી હતી. જે બાદ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.