A statue of Swami Vivekananda will be installed at this place in Gujarat at a cost of 110 crores

ગુજરાતમાં આ જગ્યાએ 110 કરોડના ખર્ચે મુકાશે સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા, ઉપરાંત આ સુવિધાઓ ગોઠવાશે…

Breaking News

સ્વામી વિવેકાનંદ નું જીવન હંમેશા યુવાનો માટે આદર્શ રહ્યું છે તેમના જીવનમાંથી હંમેશા લોકોને પ્રેરણા મળે છે તેમની જન્મ જયંતી યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તાજેતરમાં 12 જાન્યુઆરી 2023 ના રોજ તેમની 160 મી જન્મ જયંતી ઉજવવામાં આવી છે તાજેતરમાં ગુજરાત સરકારની બેઠક મળી હતી.

જેમાં મુખ્યમંત્રી સાથે કેબિનેટ મિનિસ્ટરો સહિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન સ્વામી વિવેકાનંદ જે 30 સ્થળોએ ફર્યા હતા એ સ્થળો નો વિકાસ કરવો અને સ્વામિ વિવેકાનંદ ની પ્રતિમા નુ અનાવરણ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

જે બેઠક બાદ સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે ગુજરાતનું ગૌરવ એ છે કે શિકાગો વિશ્ર્વ ધર્મ સભામાં ભાગ લેવાની પ્રેરણા સ્વામી વિવેકાનંદ ની ગુજરાત માંથી જ મળી હતી એટલા માટે નરેન્દ્ર મોદી જ્યારે 2012માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને સ્વામિ વિવેકાનંદ ની પ્રેરણા થકી યાદગાર ભેટ રુપે યુવા શક્તિ વર્ષ ઉજવ્યું હતું.

જે જ્ઞાનગંગા વિદેશની ભૂમિ પર સનાતન ધર્મની લાગણીઓ અને લગાવ વ્યક્ત કરી ભારતનુ નામ ઉજાગર કર્યું એ સનાતન ધર્મની આસ્થા સાથે ભારતભર નું ભ્રમણ સ્વામી વિવેકાનંદે કર્યુ અને સૌથી વધુ સમય ગુજરાત માં વિતાવ્યો હતો અને અહીં થી તેમને વિશ્ર્વ ધર્મ સભામાં જવાની પ્રેરણા મળી હતી.

વધુ વાંચો:80 રૂપિયા ઉધાર લઈને શરુ કર્યો હતો પાપડનો ધંધો, આજે છે કરોડોની કંપની, જાણો એવા જસવંતીબેન વિષે…

સાલ 1891 તેઓ ગુજરાત આવ્યા આઠ મહીના ગુજરાત નું પરીભ્રમણ કર્યું આઠ મહિના દરમિયાન તેઓ 30 સ્થળો પર ભર્યા હતા જે સ્થળનું વિકાસ કરવો અને જૂનાગઢમાં પ્રતિમા નું અનાવરણ કરવું એ મીટીંગ નો હેતુ રહ્યો હતો આ મિટીંગમાં રામકૃષ્ણ મઠ ના કો ઓર્ડીનેટર જીમીત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

તેમને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 30 સ્થળો માથી ફેઝ 1માં 10 જગ્યા લીધી છે ભુજમાં દિવાનજી બંગલો વડોદરામાં દિલારામ બંગલોની પાછળ પોરબંદરમાં રાજમહેલ રિસ્ટોર કરવા લીંબડીમાં રાજમહેલ રિસ્ટોર કરવા સાણંદના લેખંબામાં સ્વામીજીના ભક્તોએ આપેલી સાડાસાત એકર જમીનનો વિકાસ કરવો.

આ શિવાય 4 જગ્યામાં દ્વારકા સોમનાથ નારાયણ સરોવર અને જૂનાગઢમાં સ્વામીની પ્રતિમા મૂકવાનું પ્લાનિંગ છે સાથે જણાવ્યું હતું કે અમારી સરકાર સાથે એક વર્ષથી વાત ચાલે છે સરકાર ખૂબ જ હકારાત્મક બની આગળ વધી રહી છે સરકાર સ્વામીજીના ધ્યેય પ્રમાણે આ કામ આગળ વધારશે સ્વામીના વિચારો લોકો સુધી પહોંચશે લોકો શિક્ષિત બનશે.

સ્વામીની જિંદગી વિશે વધારે જાણે શિકાગોનું ભાષણ હિદું સમાજની સ્થિતિ વગેરે અંગે માહિતી આપવાનો હેતુ છે આ થવાથી ટૂરિઝમ વધશે અને ફોરેન એક્સચેન્જ પણ વધશે આવનારા સમયમાં ગુજરાતમાં ધંધા વેપાર વધશે અને ગુજરાત પર્યટન નું સ્થળ બનશે.

અમદાવાદના માધવબાગમાં સ્ટેચ્યુ બનાવવામાં આવી રહ્યું છે અને આ પ્રતિમા સાથે ઘણા સ્થળો નો વિકાસ કરવામાં આવશે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *