અદાણી ગ્રુપની કંપનીને મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ લેતી નથી હિંડનબર્ગ બાદ હવે વધુ એક રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સવાલો ઉભા થયા છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્થાનિક બજારમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે.
આ પછી ગુરુવારે સવારે અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. જોકે, અદાણી ગ્રુપે OCCRPના આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે કંપનીએ આ અહેવાલને બકવાસ ગણાવ્યો છે આજે માત્ર ત્રણ કલાકમાં અદાણી ગ્રુપને લગભગ રૂ. 35,000 કરોડનું નુકસાન થયું છે.
બુધવારે ટ્રેડિંગના અંત સુધીમાં જૂથનું માર્કેટ કેપ રૂ. 10,84,668.73 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 10,49,044.72 કરોડ પર આવી ગયું છે.
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ એટલે કે OCCRP દ્વારા કરાયેલા આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રુપના દસમાંથી દસ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
અદાણી પાવરના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 3.3 ટકા જેટલો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવમાં 2.50 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વધુ વાંચો:આર્મીમાં ફરજ બજાવતા ખેડાના જવાન સાથે બની દુ:ખદ ઘટના, ટ્રેનમાંથી પડી જતાં થયું એવું કે પરિવારમાં સન્નાટો…
અદાણી ગ્રૂપની તમામ દસ લિસ્ટેડ કંપનીઓમાં ઘટાડાને કારણે ગ્રૂપના કુલ માર્કેટ કેપમાં રૂ. 35624 કરોડનો ઘટાડો નોંધાયો છે વિશ્વના અગ્રણી રોકાણકાર જ્યોર્જ સોરોસના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ એટલે કે OCCRP એ અદાણી ગ્રૂપના રોકાણ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
OCCRPએ દાવો કર્યો છે કે અદાણી પરિવારના ભાગીદારોએ શેરમાં રોકાણ કરવા માટે ઓફ શોર એટલે કે અપારદર્શક ફંડનો ઉપયોગ કર્યો છે. OCCRP અહેવાલ આપે છે કે અપારદર્શક મોરેશિયસ ફંડ્સ દ્વારા અદાણી જૂથની કેટલીક જાહેર વેપારી કંપનીઓના શેરોમાં લાખો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.