બોટાદ જિલ્લાના સારંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુ વાતો થઈ રહી છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે
હવે આ મામલો વધુ ઉકળ્યો છે હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે.
સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
photo credit: Webdunia Gujarati(google)
બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છે કે ભીંતચિત્રો નહીં હટાવાય તો કરીશું ઉગ્ર આંદોલન એટલું જ નહીં અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના મહંતે પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે.
વધુ વાંચો:ગદર 2ની સફળતાનો આ વ્યક્તિએ કર્યો સત્યનાશ, સની દેઓલને કહ્યું- થોડી શરમ બચી હોય તો અમારા…
આ મામલે સાધુ સંતો પણ રોષે ભરાયા છે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ હનુમાનજીના અપમાનને દુખદ ગણાવ્યું હતું અગાઉ હનુમાન દાદાના અપમાનને લઇને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય.
સાળંગપુરમાં સ્થાપિત તસવીરને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે.
કબરાઉધામના મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો કોઈની ઔકાત નથી હનુમાન દાદાનું અપમાન કરવાની દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.