હાલમાં એક દુખદ ઘટના સામે આવી છે દેશના વધ એક વીર જવાનનું કમકમાટી ભર્યું અવસાન થયું છે મળતી માહિતી મુજબ નડિયાદના ખેડાના મહુધા તાલુકાના મૂળ શેરી ગામમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા વિજયસિંહ પરમારનું આકસ્મિક અવસાન થયું છે.
વિજયસિંહ ફરજ દરમ્યાન ગત 27મી ઓગસ્ટના રોજ ટપાલ લઈ અન્ય બિકાનેરથી ભટીંડા જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેનમાંથી આકસ્મિક રીતે પડી જતાં તેમનું અવસાન થયું હતુ. જેને લીધે પરિવારજનો અને સ્નેહીજનોમાં સન્નાટો છવાઇ ગયો હતો.
સમગ્ર મામલે અધિક કલેકટર બી.એસ.પટેલને પૂછતાં તેઓએ વાતને સમર્થન આપ્યુ હતું. ગુરૂવારના રોજ જવાનનો પાર્થીવદેહ વતન શેરી ગામે લવાશે ત્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
વધુ વાંચો:બાળકોને પેન્સિલ-રબ્બર વેચી આ ગુજરાતી કાકાએ ઊભી કરી 4 હજાર કરોડની કંપની, હવે કરશે આ કામ…
માહિતી મુજબ વિજયસિંહ 2002માં આર્મીમાં જોડાયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી રાજસ્થાનના બિકાનેર ખાતે તેમનું પોસ્ટિંગ હતું જવાનનું અવસાન થતા તેમના પરિવારજનો સહિત ગામ અને પંથકમાં ગમગીની ફેલાઈ છે.
8 ગાર્ડ રેજીમેન્ટ આર્મીમાં 21 વર્ષ દેશની સેવા બજાવી હતી. આ દરમિયાન એમને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. જવાનના પાર્થિવ દેહને 31 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે તેમના ગામ શેરી મુકામે લવાશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.