ભારતે જ્યારથી ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કરાવ્યું છે ત્યારથી ભારતીયોમાં ચંદ્ર અંગે ઉત્સાહ વધી ગયો છે ચંદ્ર પર ચંદ્રયાન 3 દિવસે ને દિવસે નવી નવી શોધ કરી રહ્યું છે હાલમાં જ ઑક્સીજન, સલ્ફર જેવા ઘટકો શોધ્યા છે તેનાથી એ શક્યતા વધી ગઈ છે કે ભવિષ્યમાં ત્યાં જીવનની શોધ થઈ શકે છે.
જો કે ચંદ્ર પર જમીન વેચવાનું કામ ચંદ્રયાનના લેન્ડ થતા પહેલેથી થઈ રહ્યું છે આજે અમે તમને આ અંગે જણાવીશું અમે તમને આ પોસ્ટમાં જણાવીશું કે ભારતીયો ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદી શકે છે અને કેટલી કિંમત ચૂકવવી.
ચંદ્ર પર જમીન વેચવાની વાત કરીએ તો હાલ બે એવી કંપનીઓ છે જે ચંદ્ર પર જમીન વેચી રહી છે. જેમાંથી એક છે Luna Society International અને બીજી International Lunar Lands Registry આ બંને કંપનીઓ દુનિયાભરના લોકોને ચંદ્ર પર જમીન વેચી રહી છે સૌથી મોટી વાત એ છે કે ભારતીયો પણ ચંદ્ર પર જમીન ખરીદવાનો ઉત્સાહ જતાવી રહ્યા છે.
વર્ષ 2002માં હૈદરાબાદના રાજીવ બાગડી અને વર્ષ 2006માં બેંગ્લુરુના લલિત મહેતાએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. આ સાથે જ બોલીવુડના કિંગ ખાન શાહરુખ પાસે પણ ચંદ્ર પર જમીન છે.
વધુ વાંચો:Viral video: 10 રૂપિયાની પકોડી માટે થયો ઝગડો, દબંગે બિચારા દુકાનદારને લાતે-લાતે માર્યો…
આ બંને કંપનીઓ ચંદ્ર પર ખુબ જમીન વેચી રહી છે અહીં એક એકર જમીનની કિંમત 37.50 અમેરિકી ડોલર છે એટલે કે 3075 રૂપિયામાં તમને ચંદ્ર પર એક એકર જમીન મળી જશે વિચારો તો કેટલી સસ્તી છે. પૃથ્વી પર તો આટલા રૂપિયામાં એક ફોનની ડિસ્પ્લે પણ નહીં ખરીદી શકો.
વર્ષોથી આ બે સંસ્થા આ રીતે ચંદ્ર પર જમીન વેચી રહી છે એવું કહી શકાય કે તેને હજુ કાનૂની માન્યતા મળી નથી પરંતુ ભારતીયો વર્ષોથી ચંદ્ર પર આ રીતે જમીન ખરીદી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.