ગુજરાતમાં અનેક ચોંકાવનારી ઘટના બનતી જ રહેતી હોય છે, ત્યારે હાલમાં જ એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેના કારણે ચારોતરફ કુતુહલ સર્જાયું છે આ ઘટના ખરેખર વિચિત્ર અને દુઃખદાયી પણ છે આપણે જાણીએ છે કે અનેક બાળકોનો જન્મ ખોડખાંપણ સાથે જન્મે છે, ત્યારે આવા બાળકોનું જીવન પણ દુઃખદાયી બને છે.
હાલમાં જ એક વિચિત્ર બાળકીનો જન્મ થતા જ સોશિયલ મીડિયામાં પણ આ ઘટના ચર્ચાનું કારણ બની હતી આ ઘટના સારણ ગામની છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ આ બાળકીને જોઈને સૌ કોઈને પગ તળેથી જમીન સરકી ગઈ હતી ખરેખર આ ઘટના ખૂબ જ આશ્ચયજનક છે આ બાળકી વિશે જણાવીએ.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે સંજીવની નર્સિંગ હોમમાં પ્રિયા દેવી નામની મહિલાએ એવી બાળકીને જન્મ આપ્યો, જેને ચાર પગ, ચાર હાથ અને ચાર કાન હતાં. આ બાળકીને જોઈને માતા પિતા તો દુઃખી થઈ ગયા પરંતુ અન્ય લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ બાળકીનું જીવન શરૂ થાય એ પહેલાં જ એટલે કે 15 મિનિટમાં જ આ બાળકીનું અવસાન થઈ ગયું હતું.
વધુ વાંચો:આ દંપતીના ઘરે લગ્નના 23 વર્ષ બાદ લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ તો થયો, પણ બન્યું એવું કે 52 વર્ષે…
ડોકટરે આવા બાળક કેમ જન્મે છે તે અંગે જણાવતા કહ્યું હતું કે, જ્યારે ગર્ભાશયમાં એક ઇંડામાંથી બે બાળકો બને છે. જો બંને સમયસર અલગ થઈ જાય, તો જોડિયા જન્મે છે પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ શકતા નથી, તો તે સ્થિતિમાં આવા બાળકોનો જન્મ થાય છે. આ ઘટના પ્રથમવાર નથી બની પરંતુ આવા અનેક બાળકોનો જન્મ થયો છે, કોઈ કેસમાં બાળકના અંગ દૂર થઈ પણ શકે છે.