Jalaram Bapa's 180 year old stick

આજે પણ જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી છે આ પરિવાર પાસે, જેના દર્શન કરવાથી…

Breaking News

હાલમાં આપણે જલારામ બાપુના એક રાજ વિષે વાત કરવાના છીએ. જલારામ બાપા તરીકે જાણીતા એક હિન્દુ સંત હતા. તેમનો જન્મ 4 નવેમ્બર 1799 ના રોજ થયો હતો, હિન્દુ દિવાળીના તહેવારના એક સપ્તાહ પછી, જે તેમના ઇશ-દેવતા ભગવાન રામ સાથે સંકળાયેલ છે.

તેમની મુખ્યત્વે ગુજરાતમાં પૂજા કરવામાં આવે છે, પરંતુ તેમના શબ્દો અને ચમત્કારો ભારત અને અન્ય ઘણા દેશોમાં ફેલાયા છે. ગુરુવાર એ દિવસ છે જે તેની સાથે હિન્દુ ધર્મમાં જોડાયેલો છે. જલારામ બાપાની તસવીરો સામાન્ય રીતે તેમને સફેદ પહેરેલા, ડાબા હાથમાં લાકડી અને જમણા હાથમાં તુલસી માલા તરીકે દર્શાવવામાં આવે છે.

તે હંમેશા સાદા કપડાં પહેરે છે, તે દર્શાવવા માટે કે તે શુદ્ધ વ્યક્તિ છે. વીરપુર જેમનું ધામ છે, એવા જલારામ બાપા આજે તેમની સમાજ સેવાથી આખા ગુજરાતના ઘરે ઘરે પૂજાય છે. જલારામ બાપ તેમની લોકસેવાના કારણે આખા ગુજરાતમાં જાણીતા છે.

પણ શું તમે જાણો છો કે જલારામ બાપાની લાકડી આજે પણ ગુજરાતના આ ગામમાં તેમના ભકતના ઘરે હાજર છે.આ લાકડી 180 વર્ષ જૂની છે. તેની સાથે 180 વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે. અમરેલીના પીપળીયા ગામે આજે પણ જલારામ બાપાની લાકડી હયાત છે.

જલારામ બાપાની શ્રદ્ધા રૂપે આજે પણ તેમની લાકડીની પૂજા અર્ચના થાય છે. જલારામ બાપા ભ્રમણ કરતા ત્યારે પીપળીયા ગામમાં આરામ કરવા માટે રોકાતા હતા. જલારામ બાપા દર વખતે રામજીભાઈ હિદડના ઘરે રોકાતા હતા. રામજી ભાઈની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી ત્યારે જલારામ બાપાએ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમને પોતાની લાકડી આપી હતી. સમય જતા રામજીભાઈના ઘરે જલારામ બાપાનો પરચો જોવા મળ્યો. રામજીભાઈ ના ઘરના ખાલી ભંડારો ભરાઈ ગયા તેમની પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ.

અને ત્યારથી તે ઘરમાં જલારામ બાપાની લાકડીની પૂજા કરવામાં આવે છે.આ લાકડી 180 વર્ષ જૂની છે. આ લાકડીને અઠવાડિયામાં એકવાર એક વાટકી ઘી ચોપડવામાં આવે છે. રામજીભાઈના પરિવારનું માનવું છે કે દર વર્ષે આ લાકડીની લંબાઈમાં થોડો ઘણો વધારો થાય છે.

અહીં હજારો ભક્તો બાપાની લાકડીના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. જલારામ બાપા અહીં આવતા દરેક ભકતોની મનોકામના પુરી કરે છે. આજે પાંચમી પેઢીએ પણ નિર્મળાબેન હીદડનો પરિવાર જલારામ બાપાની આપેલી પ્રસાદીરૂપી લાકડી ક્યારેય નીચે જમીન ઉપર નથી રાખતા અને પરંપરા મુજબ ધૂપ દિવા કરે છે અને દર સોમવારે લાકડીને ઘી ચોપડે છે.

નિર્મળાબેન પ્રસાદીરૂપી જલારામબાપાની લાકડીના માપ વિશે પૂછ્યુ તો કહે છે કે આ લાકડીનુ કોઇ માપ નક્કી નથી. આ વર્ષે સાડા પાંચ વેત થઇ હોય તો બીજા વર્ષે પાંચ વેતની હોય છે. તો વળી ત્રીજા વર્ષે સાડા પાંચ વેતથી થઇ જાય છે.

વધુ વાંચો:65 રુપીયા માં કામની શરૂ કરનાર રમેશ મહેતા એ ગુજરાતી કોમેડી ફિલ્મોમાં આગવું નામ બનાવ્યું, મૂળ આ ગામના વતની છે…

જો કે બાપાની લાકડી પર તેના ભાવિકો અખૂટ શ્રધ્‍ધા ધરાવે છે. આજે આ ગામ માધા ઠક્કરના પીપળીયાના બદલે ખજુરી પીપળીયાના નામે ઓળખાય છે. પણ સાધુવેશમાં ભગવાને જલારામબાપા અને માતૃશ્રી વિરબાઇ માતાને ધોકો અને જોળી પ્રસાદરૂપે આપેલા જે વિરપુર મંદિરમાં ભક્તજનોના દર્શનાર્થે રાખવામાં આવેલ છે.

એકદિવસ બાપાએ રામજીભાઈને પ્રસાદી સ્વરૂપે પોતાની લાકડી આપી અને એ લાકડીને પૂજાઘરને બદલે રસોડામાં રાખવા માટે સૂચના પણ આપી. બાપાના કહ્યા અનુસાર રામજીભાઈએ તે લાકડીને રસોડામાં રાખી.આજે પણ એ લાકડી એ ઘરના રસોડામાં જ સ્થાપિત છે. રામજીભાઈની પાંચમી પેઢીએ પણ એ લાકડીનું જતન કરવામાં આવે છે.

આ લાકડી રસોડામાં હોય એ ગામમાં કોઈ મંદિર નથી બનાવવામાં આવ્યું પરંતુ આજે પણ ઘણા લોકો આ લાકડીના દર્શન અર્થે આવે છે. બાપાની પ્રસાદીની લાકડીના દર્શને આવનાર ભક્તોને દૂધની પ્રસાદી આપવામાં આવે છે અને આજદિન સુધી એ પ્રસાદી ક્યારેય પણ ખૂટી નથી એ બાપનો એક પરચો જ છે.

વળી બાપાના દર્શને આવનાર ભાવિક ભક્તોની મનોકામના પણ દર્શન કરીને પૂર્ણ થાય છે. રામજીભાઈની પાંચમી પેઢી અને ગ્રામજનો પણ આ લાકડીનુ જતન કરે છે, બાપન પરચાઓને અનુભવે છે. કહેવાય છે કે આ લાકડી ચમત્કારિક છે.તમે તેને પોતાની વ્હેંત દ્વારા માપો તો દરેક વખતે માપ અલગ અલગ જ આવે.

જો કે એ રીતે હાલમાં કોઈને માપવા દેવામાં આવતું નથી પરંતુ દર સોમવારના દિવસે આ લાકડી ઉપર ઘી ચોપડવાની એક પરંપરા છે. દર સોમવારે અહીંયા ઘણી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અને પ્રસાદીની લાકડી ઉપર ઘી લાગવી સ્પર્શ કરી ધન્ય થાય છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *