India's veteran player hinted at retirement after World Cup 2023

વર્લ્ડ કપ 2023 પછી ભારતનો આ ધાંસુ ખેલાડી લેશે નિવૃત્તિ! ઈશારામાં આપ્યો મોટો સંકેત…

Breaking News

વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની ધામધૂમથી તૈયારી ચાલુ રહી છે ભારતીય ક્રિકટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તેમની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધી મોટો ખિતાબ જીતી શક્યા નથી આવી સ્થિતિમાં એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ 2023 તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે.

રોહિત પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રોહિતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ 36 વર્ષીય રોહિતે હાલમાં જ એક મોટું નિવેદન આપ્યું છે, જેના પછી એવી અટકળો ચાલી રહી છે કે તે 2023 વર્લ્ડ કપ પછી નિવૃત્ત થઈ શકે છે.

રોહિત શર્માએ તેમની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2007માં રમી હતી આ સમયે ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. પરંતુ વર્ષ 2020 પછી તેની રમતમાં ઘણો નિચોડ આવ્યો છે તેમણે વર્ષ 2020 પછી વનડેમાં માત્ર એક જ સદી ફટકારી છે.

વધુ વાંચો:ચંદ્રયાન 3 બાદ ભારતમાં વધુ એક ગૌરવ, નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, જુઓ વિડીયો…

આ દરમિયાન તેમણે આવનારી મહત્વની ટૂર્નામેન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે પીટીઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું કે હું આગળના બે મહિના માટે આ ટીમ સાથે ઘણી યાદો બનાવવા માંગુ છું તેમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તેમણે ઈશારામાં નિવૃત્તિના સંકેત આપ્યા છે. હવે એ જોવાનું રહેશે કે શું એવું થશે કે નહિ.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *