લગ્ન જીવન પછી દંપતીને ઘરે સંતાન હોય છે આ જ તેના માટે સૌથી મોટું સુખ હોય છે જોકે કેટલીક વખત અમુક દંપતીના ના ઘરે સમયસર પારણા ન બંધાતા તેને ઘણાં લોકોના મેણા-ટોણા સાંભળવા પડતાં હોય છે.
ત્યારે મિત્રો એક આવું દંપતી છે જેના ઘરે સંતાન તો છે પરંતુ જીવનનાં બીજાને તબક્કાએ તેના ઘરે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થયો છે. તો આટલી ઉંમરે દીકરીનો જન્મ થયો આ તો ખુશીની વાત પરંતુ આ દંપતીને જીવનમાં આર્થિક રીતે અત્યંત મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ લોકોની મદદ કરવા જો કોઈ આવી જાય તો હરખના આંસુએ રડવા લાગે.
કારણ કે એક મદદના લીધે લોકોના જીવન ઘણો બદલાવ આવતો હોય છે અને તેઓ જીવન પણ આનંદમય રીતે પસાર કરી શકે છે. તો આજે આપણે આ દંપતીની આર્થિક તંગી વિશે જાણીશું અને સાથે તેના ઘરે કેટલા વર્ષ દીકરીનો જન્મ થયો આ વિશે પણ આ દંપતી પાસેથી જાણીશું.
લગ્નના 23 વર્ષ પછી લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયેલા બાળકીના માતાનુ નામ કાંતા બહેન છે. પહેલા મહિલા પોતાના પરિવાર વિશે વાત કરતા જણાવે છે કે મારા પરિવારમાં અમે ત્રણ લોકો જ રહીએ છીએ. લગ્નના 23 વર્ષ વીત્યા છતાં મારા ઘરે કઈ હતું નહીં તેમ જણાવતા મહિલા કહે છે કે 1992માં મારી કસુવાવડ થઈ ગઈ હતીં જે બાદ 22 વર્ષ વીત્યા તો પણ કોઈ સંતાન ન હતું થયું.
પછી મે સંતાન માટે ઘણી દવા અને દુઓ કરી હતીં ત્યારબાદ મારા ઘરે લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયો હતો. પહેલા સંતાન ન હતું તો હું ખૂબ જ રડી હતી જેના કારણે અત્યારે મને આંખે પણ ઝાંખુ દેખાય છે તેમ જણાવે છે કે મારે એક સંતાન તો જોઈતું જ હતું પછી ભગવાન જે દેત એ પણ મારા માટે બાળકની ખૂબ જરૂર હતી તો બાળક માટે ઘણી મહેનત કરી હતી.
આર્થિક સ્થિતિ વિશે વાત કરતા કાંતા બહેન જણાવે છે કે પહેલા અમે અમારા વતનમાં રહેતા હતાં પછી રોજગાર માટે સુરતમાં આવ્યાં. મારા પતિ હીરામાં કામ તો કરે છે પરંતુ જૂનું કામ ચાલતું નથી તો હવે આધુનિક જમાનાનુ કામ શીખી રહ્યાં છે.
વધુ વાંચો:ગદર 2 નું ટીઝર થયું વાયરલ, સકીના ની કબ્ર આગળ રડતાં દેખાયા સની દેઓલ, સત્ય આવ્યું સામે…
દાદા જણાવે છે કે અમે મારા ગામડે રહેતા ત્યાં પણ મજુરી કામ કરતો હતો અને આમાથી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહિલા જણાવે છે કે અમે પહેલા રોટલા બનાવીને વેચતા હતાં તેમાંથી 300થી 400 જેટલાની કમાણી થઈ જતી હતી પરંતુ કોરોનાના કારણે આ ધંધો પણ બંધ થઈ ગયો જેના કારણે આર્થિક તંગી પાછી આવવા લાગી હતી.
અત્યારે આર્થિક સ્થિતિ એવી છે કે મારા પતિ હીરાનું કામ શીખી રહ્યાં છે તો ખાવા-પીવાની ઘણી તકલીફ પડી રહી છે તેમ મહિલાએ જણાવ્યું હતું. ત્યારે આ લોકોએ પોપટભાઈને મદદ માટે સંપર્ક કર્યો હતો તો સમાજ સેવક એવા પોપટભાઈએ આ દંપતીની રાશન-પાણીને મદદ કરીને તેના જીવનમાં નાની અમથી મદદ કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.