ગદર 2 નું ટીઝર રીલિઝ થઈ ગયું છે જે ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે ટીઝરમાં જે ઈમોશનલ સીન સામે આવ્યો છે તે ચાહકોના મનમાં એક સવાલ ઉભો કરી રહ્યો છે તેઓ જાણવા આતુર છે કે કોની કબર સામે સની દેઓલ એટલે કે તારા સિંહ રડતો જોવા મળે છે.
ખરેખર ગદર 2 નું ટીઝર એક મિનિટ અને નવ સેકન્ડનું છે જેમાંથી એક સેકન્ડ માટે પણ આંખો હટતી નથી. ટીઝર એકદમ ઈમોશનલ છે. શરૂઆતમાં એક મહિલાનો અવાજ આવે છે જે કહે છે દમાદ હૈ વો પાકિસ્તાન કા, ઉસે નારિયેળ દો, ટીકા લગાઓ વરના ઇસ બાર દહેજ મેં લાહોર લે જાયેગા।
આ પછી સની દેઓલના ઘણા એક્શન સીન જોવા મળે છે અને અંતે ઈમોશનલ ગીત ‘ઘર આ જા પરદેસી વાગે છે. આ છેલ્લા સીનમાં સની દેઓલ કબરની સામે બેસીને રડતો જોવા મળે છે. આ જોયા બાદ ચાહકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે અને વિવિધ અટકળો લગાવી રહ્યા છે.
ઘણા ચાહકોને લાગે છે કે કદાચ ફિલ્મમાં તેમની પ્રિય સકીનાનું મૃત્યુ થશે અને તારા સિંહ તેની કબરની સામે બેસીને રડતો જોવા મળશે. તે જ સમયે ઘણા ચાહકો જાણવા માંગે છે કે આ કોની કબર છે આવી સ્થિતિમાં જે ચાહકો એ વિચારીને દુઃખી થઈ રહ્યા છે કે આ કબર સકીનાની છે એવું ચોક્કસ નથી. તાજેતરના અહેવાલ મુજબ, અમીષા પટેલનું પાત્ર સકીના ફિલ્મમાં અકબંધ રહેશે તે મરશે નહિ.
વધુ વાંચો:ગુજરાતી ફિલ્મોના ફેમસ એક્ટર મલ્હાર ઠક્કર આ ગામથી છે, જુઓ તસવીરો સાથે એમનુ જીવન…
આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે સકીના નહીં, તો કોઈ અન્ય તારા સિંહની નજીક હશે. તે કોણ હશે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે તમને જણાવી દઈએ કે, ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. ચાહકો અને વિવેચકો બંનેને ટીઝર અદ્ભુત લાગી રહ્યું છે. બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.