લોકો ને મનોરંજન પૂરૂ પાડવા અનેક હિન્દી ધારાવાહિક પ્રાસરીત થઈ રહી છે. જેમાં સૌથી વધારે કોઈ લોકપ્રિય ધારાવાહિક માં તારક મહેતા નું નામ મોખરે આવે. આજે આપણે વાત કરીશું આ સિરિયલ સાથે જોડાયેલ કલાકારના જીવન વિશે. તમને જાણીને નવાઈ લાગશે આ સિરિયલનાં મોટાભાગના કલાકારો ગુજરાતી છે ત્યારે આજે આપણે તન્મય વેકરિયા એટલે કે બાઘાનાં જીવની અંગત વાતો વિશે જાણીશું.
ગુજરાતી કલાકાર અને વક્તા અરવિંદ વેકરિયાના પુત્ર છે. તેમનો જન્મ ગુજરાતમાં જ થયેલ હોવાથી ગુજરાતીપણુ તેમના લોહીમાં છે. તેઓ 13 વર્ષ થી સીરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવી રહ્યા છે. સિરિયલ પરંતુ તેમના જીવનમાં લોકપ્રિયતાની આ સફર એટલી સરળ રહી નથી. તન્મય વેકરિયા પહેલા થિયેટરમાં કામ કરતો હતો. 15 વર્ષ સુધી તેણે સ્ટેજ સાથે કામ કર્યું.
તેમના પિતા અરવિંદ વેકરિયા પણ ગુજરાતી સ્ટેજ નાટકના જાણીતા કલાકાર છે તન્મય મૂળ ગુજરાતનો છે એટલે બોલીમાં ગુજરાતી ટચ આજે પણ તેની ઓળખ છે રસપ્રદ વાત એ છે કે તન્મય એક સમયે માત્ર 4 હજારની નોકરી કરીને પોતાના પરિવારની જવાબદારી સંભાળેલ પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેમનું જીવન બદલી નાખ્યું.
આ શોએ તેને માત્ર લોકપ્રિયતા જ નહીં નામની સાથે સંપત્તિ પણ મેળવી અને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે તન્મય હવે આ શોમાં બાઘાનું પાત્ર ભજવે છે. જ્યારે એક રસપ્રદ માહિતી એ છે કે આ પહેલા તે આ શોમાં અન્ય ઘણા પાત્રો પણ ભજવી ચૂક્યો છે.
વધુ વાંચો:પ્રિયંકા ચોપડાએ કર્યો બૉલીવુડ છોડવા પાછળનો મોટો ખુલાસો, બતાવ્યું બોલિવૂડનું કાળું સત્ય, જાણો…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તન્મય અગાઉ ઓટો ડ્રાઈવર, ક્યારેક ટેક્સી ડ્રાઈવર, ક્યારેક ઈન્સ્પેક્ટર અને ક્યારેક ટીચરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.વર્ષ 2010માં તન્મયને બાઘાનો રોલ મળ્યો હતો. એ એપિસોડમાં બાઘાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યારથી તે આ રોલમાં વ્યસ્ત છે. દર્શકોને પાત્ર પસંદ આવ્યું અને શોમાં તન્મયની કાસ્ટિંગ ફિક્સ થઈ ગઈ.
તન્મય પહેલા બેંકમાં કર્મચારી હતો અને ત્યાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. મહિનાનો પગાર માત્ર 4 હજાર રૂપિયા હતો. એક અપ્રમાણિત અહેવાલ મુજબ, તન્મય પાસે આજે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. કહેવાય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવા માટે તે દરેક એપિસોડના 22 થી 24 હજાર રૂપિયા લે છે. ત્યારે આજે તેઓ પોતાના પરિવાર સાથે સુખી જીવન વિતાવી રહ્યો છે અને આજે પણ આ સિરિયલ સાથે જોડાયેલ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.