About Ghanshyam Nayak who became famous as Natukaka

નટુકાકા તરીકે ફેમસ બનેલા ઘનશ્યામ નાયક હતાં ગુજરાત નાં આ ગામના વતની, જુઓ પરીવાર સાથેની ખાસ તસવીરો…

Breaking News

દેશભરમાં સૌથી વધારે જોવામા આવતો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ની હંમેશા પહેલી પસંદ રહી છે તારક મહેતા શો ના તમામ કલાકારો ને દર્શકો ખુબ પસંદ કરે છે એ પાત્રો માં જો વાત આવે નટુ કાકાની તો તરત ચહેરો ઘનશ્યામ નાયક નો સામે આવે છે.

ઘનશ્યામ નાયક આજે ભલે આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ આજે પણ તેમને યાદો તેમના જુના એપિસોડમાં દેખાઈ આવે છે આજે નટુકાકાની જગ્યાએ નવા કલાકારની એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ જૂના નટુકાકા અને દર્શકો આજે પણ ભૂલી શકતા નથી.

પોતાના દમદાર અભિનય થતી છેલ્લા 14 વર્ષથી દર્શકોને પેટ પકડીને હસાવતા જેઠાલાલ ની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સ માં મેનેજરનું કામ કરતા ઈમાનદારી પ્રામાણિકતા અને વફાદારી થી પોતાના પાત્રમાં દર્શકોને મનોરંજન કરાવતા જોવા મળતા ઘનશ્યામ નાયક મુળ ગુજરાતી હતા તેઓ છેલ્લા 55 વર્ષથી મનોરંજન જગત સાથે જોડાયેલા હતા.

તેમને 200 થી વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું અને 350 થી વધારે ટીવી સીરીયલ માં કામ કર્યું હતું તેમને સાચી ઓળખ તારક મહેતા શો થી પ્રાપ્ત થઈ હતી તેઓ ગુજરાતી રંગભૂમિ ના જાણીતા કલાકાર હતા ગુજરાત માં રમાતી ભવાઈ માં તેઓ ની ટક્કર કોઈ કલાકાર લઈ શકતું નહોતું.

તેમનો પરિવાર હંમેશા કલાક ક્ષેત્રે જોડાયેલો છે તેમની ચાર પેઢી કલાક્ષેત્રે સમર્પિત રહી છે બાળપણમાં નાટક માં તે સ્ત્રીનું પાત્ર ભજવતા હતા સાથે મુંબઈમાં આયોજિત જયા રામલીલામાં તેઓ બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા ઘનશ્યામ નાયક નો પરિવાર આજે મલાડ વિસ્તારમાં રહે છે.

તેમની બે પુત્રીઓ છે અને પુત્ર છે તેઓ આ દુનિયામાં પોતાની યાદોને છોડી ને ગયા છે તારક મહેતા શો થી તેઓ કરોડો દિલમાં પોતાની અનોખી છાપ છોડીને ગયા છે તેમનો અભિનય આજે પણ દર્શકોને મનોરંજન કરાવે છે તેઓ પોતાના જીવનના અંતિમ પદો સુધી અભિનય સમર્પિત રહ્યા હતા તે હોસ્પિટલમાં બીમારીથી પીડાતા હતા આ સમયે તેઓ શૂટિંગ કરી શકતા નહોતા પરંતુ દર્શકોને માંગ ના કારણે તેમનો એક સૂટ હોસ્પિટલની બહાર કરવામાં આવ્યું હતું.

તેમને પોતાના છેલ્લા શબ્દો પણ તારક મહેતાના દર્શકો માટે કહ્યા હતા માત્ર શૂટિંગ કે ટીવી સ્ક્રીન પર જ નહી પણ તેમના સંબંધો દિલીપ જોશી સાથે વાસ્તવિક જીવનમાં પણ અનમોલ હતા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ગુજરાતના વડનગર ના ઉધઈ ગામના રહેવાસી હતા તેમનો જન્મ 12 મે 1945 ના રોજ થયો હતો.

જન્મથી જ તેઓ એક ઉંદર અભિનેતા બનવા માગતા હતા શરૂઆતમાં તેમને નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું અને તેમને 100 થી વધારે નાટકોમાં અભિનય કર્યો ત્યારબાદ તેમણે ફિલ્મોમાં કામ મળ્યું ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈમાં તેમને ટીવી સીરીયલ અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું તેમને પોતાના જીવનમાં 200થી વધારે ફિલ્મો અને 350 થી વધારે ટીવી સિરિયલમાં ઉમદા અભિનય કર્યો.

તેમનું શરૂઆતથી જીવન ગામડામાં વિત્યુ તેમના પિતા એક કલાકાર હતા ઘનશ્યામ નાયકના લગ્ન 8 મેં 1969 ના રોજ નિર્મલા દેવી સાથે થયા અને બે પુત્રી અને એક પુત્ર ના પિતા બન્યા.

વધુ વાંચો:સમાજ સેવક પોપટભાઈ આહીરની થનાર પત્ની છે ખુબજ સુંદર, તે છોકરી કોણ છે, જુઓ તસવીરો સાથે…

ઘનશ્યામ નાયક નો પુત્ર વિકાસ નાયક સ્ટોક એક્સચેન્જ મેનેજર અને બ્લોગર છે વિકાસ નાયકના પણ લગ્ન થઈ ચૂક્યા છે તો તેમની બે દિકરીઓ ના હજુ લગ્ન થયા નથી મોટી દિકરી ભાવના નાયક 49 ની ઉંમરે પોતાની માં ની સંભાળ રાખે છે તો નાની પુત્રી તેજલ નાયક 47 વર્ષ ની ઉંમરે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

ઘનશ્યામ નાયકનું આજે પણ ગામડામાં પોતાનું જૂનું ઘર છે તેમના ઘણા બધા મિત્રો આજે પણ ઘનશ્યામ નાયક ને યાદ કરે અને ભાવુક થઈ જાય છે તેઓ દર નવરાત્રી પોતાના ગામમાં વિતાવતા હતા અને પોતાના મિત્રો સાથે મસ્તી મજાક કરતા હતા તે પડને યાદ કરતા આજે પણ તેમના મિત્રો દુઃખી થઈ જાય છે ઘનશ્યામ નાયક ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની ઘણી બધી સ્મૃતિઓ આજે પણ આપણે ને ભાઉક કરી દે છે પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *