બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ માટે દિવસ ખૂબ જ ખાસ છે આલિયાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે આલિયા ભટ્ટને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે આલિયા એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી છે. આ દરમિયાન તેનો લુક ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો.
આલિયાએ આ ખાસ પ્રસંગ માટે એક ખાસ આઉટફિટ પસંદ કર્યો છે. નેશનલમાં આલિયા તેના લગ્નનો ડ્રેસ પહેરે છે આલિયાના લુકની વાત કરીએ તો તેણે ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે. આ સાડી તેણે તેના લગ્નમાં પહેરી હતી. આ સાડી સબ્યસાચીએ ડિઝાઇન કરી હતી.
નેશનલ એવોર્ડ લેવા આવેલી આલિયાએ ચોકર નેકલેસ અને સ્ટડ ઈયરિંગ્સ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. તેણે લાલ રંગની બિંદી પહેરી હતી, જે તેના લુકને પૂરક બનાવી રહી હતી. આલિયાએ તેના વાળમાં સફેદ ગુલાબ પણ લગાવ્યા છે, જે તેના લુકને નિખારી રહ્યાં છે. આલિયા આખા લુકમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
વધુ વાંચો:નવરાત્રિના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની ડરામણી આગાહી, આ વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદનું ઝાપટું…
આલિયા તેના પતિ રણબીર કપૂર સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં રણબીર કપૂર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. બ્લેક શેડ્સમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.